
ટ્રાન્સફર પોસ્ટિંગની સત્તા દિલ્હી સરકારને આધીન કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આજે આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારને નવું જીવન મળ્યું છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ કેજરીવાલ સરકાર વધુ મજબૂત બની છે. આ નિર્ણય આવતા જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સચિવાલયમાં મંત્રીઓની બેઠક બોલાવી હતી.
સુપ્રીમ કોર્ટના નિર્ણયથી કેજરીવાલ ખૂબ જ ખુશ છે. તેમણે ટ્વિટ કરીને લોકોને અભિનંદન પાઠવ્યા છે અને કહ્યું છે કે, તેઓ દિલ્હીના લોકો સાથે ન્યાય કરવા માટે સુપ્રીમ કોર્ટનો હૃદયપૂર્વક આભાર માને છે. આ નિર્ણયથી દિલ્હીના વિકાસની ગતિ અનેક ગણી વધી જશે. સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે, આ એક લોકશાહીની જીત થઈ છે.

[wptube id="1252022"]









