
ટ્વિટરને લઈને એક સારા સમાચાર આપ્યા છે જેનાથી દરેક વ્યક્તિ ખુશ થઈ જશે. ટ્વિટરના સીઈઓ ઈલોન મસ્કે સોશિયલ મીડિયા નેટવર્કિંગ સાઈટમાં એક નવું ફીચર ઉમેરવાની તૈયારી કરી છે. મસ્કે જાહેરાત કરી હતી કે ટ્વિટર યૂઝર ઈમોજીની સાથે થ્રેડમાં કોઈપણ મેસેજનો ડાઈરેક્ટ જવાબ આપી શકશે. આ ઉપરાંત મસ્કે એમ પણ કહ્યું કે ટ્વિટર આવનારા દિવસોમાં તેમના પ્લેટફોર્મ પર વૉઈસ અને વીડિયો ચેટ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે.
મસ્કે ટ્વિટ કરી હતી કે એપના નવા વર્ઝન સાથે તમે થ્રેડમાં કોઈપણ મેસેજનો ડીએમ જવાબ આપી શકશો અને કોઈપણ ઈમોજી પ્રતિક્રિયાનો ઉપયોગ કરી શકશો. એન્ક્રિપ્ટેડ ડીએમ વી1.0 રિલીઝ થવું જોઇએ. તે ઝડપથી વધશે. મારા માથે બંદૂકની અણીય હોય તો પણ હું તમારા ડીએમ ન જોઈ શકું. જલદી જ તમારા હેન્ડલથી આ પ્લેટફોર્મ પર કોઈપણ વૉઈસ અને વીડિયો ચેટ થશે જેથી તમે દુનિયામાં ગમે ત્યાં લોકો સાથે ફોન નંબર આપ્યા વિના પણ વાત કરી શકશો. ડીએમની સુવિધા 11મેથી શરૂ થશે.






