AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

પૂર્વી સેવા ટ્રસ્ટ નો બાળકો માટે નો સમર કેમ્પ યોજાયો

પૂર્વી સેવા ટ્રસ્ટ દ્વારા બાળકો.માટે નો સમર કેમ્પ ૨૦૨૩ નો. સંજય ગાંધી વિદ્યાપીઠ માં તા.૦૧/૫/૨૦૨૩ થી ૦૭/૫/૨૩ દરમ્યાન યોજાય ગયો. પૂર્ણાહૂતિ કાર્યક્રમ માં બાળકો વિવિધ પ્રવૃતિઓ માં ખૂબ.ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમ ની શરૂઆત “મંદિર તારું વિશ્વ રૂપાળું_ સમુહ પ્રાર્થના થી કરવામાં આવી હતી.
સ્વાગત ગીત ” આયોરે શુભ દિન _” પ્રિશા એ ગીત પર ડાન્સ કર્યો હતો.”મારી વાડીમાં ટહુકે મોરલા_” અને જાંબુડી ની વાડી માં જઈશું હો લાલ _” મણીલાલ શ્રીમાળી ” મિલને” ગીતો ગાયા હતા અને બાળકો એ અભિનય કર્યો હતો. ” લીલી પીળી બસ, ઢીંગલી બેન ઢીંગલી બેન _, તિતલી ઊડી સીટ ના મિલી, નના મુન્ના રાહી હું દેશ કા સિપાઈ હું_,ચાંદા ચમકે ચમચમ, પંખી બની ઊડી જઈએ ચાંદા ના દેશમાં,ચલ હાથી ડા ચલ, વગેરે સુંદર અભિનય ગીતો ગાયા હતા. બાળકો એ બાળવાર્તા કહી હતી.અને બાળકો એ દોરેલા ચિત્રો પણ રજુ કરેલા. બાળકો એ વિવિધ મહોરાં પહેરી ડાન્સ કર્યો હતો. બાળકો ને પ્રમાણ પત્ર,નાસ્તો,અનેગીફ્ટ આપીને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું
જીતુભાઈ શાહ(ખાંડવાળા),લોક પ્રિય ચોપડા ભંડાર,શ્રી કૃષ્ણ કલાસીસ,કિરીટભાઈ ઠાકરે બાળકો ને પ્રોત્સાહિત કર્યા હતા. રશ્મિ એન્જિનિયર, રમેશ દેસાઈ, મણીલાલ શ્રીમાળી, મિલન, ગંગારામ મકવાણા પરેશ મોદી, રાજ લેખન સાપ્તાહિક ના તંત્રી રાજુભાઈ રબારી(કવિ) ફોટોગ્રાફર રાજુભાઈ ઘડિયાળી અને વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને દીપાવ્યો હતો.કાર્યક્રમ ની પરિકલ્પના ભરત પંચોલી ની હતી.

[wptube id="1252022"]
Back to top button