ARAVALLIMEGHRAJ

ગુજરાત : પોલીસને 20 વર્ષથી હંફાવતા વોન્ટેડ આરોપીને ઇસરી પોલીસે છીટાદરા ગામેથી દબોચી લીધો 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

ગુજરાત : પોલીસને 20 વર્ષથી હંફાવતા વોન્ટેડ આરોપીને ઇસરી પોલીસે છીટાદરા ગામેથી દબોચી લીધો

ગુજરાતમાં અનેક આરોપીઓ ગુન્હાને અંજામ આપ્યા પછી અનેક વર્ષો સુધી પોલીસ પકડથી દૂર રહેતા હોય છે અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે ઇસરી પોલીસે દિયોદર પોલીસ સ્ટેશનમાં 20 વર્ષ અગાઉ ગુન્હો આચરી વોન્ટેડ મેઘરજના છીટાદરા ગામના આરોપીને ઝડપી લીધો હતો 49 વર્ષની ઉંમરમાં આચરેલ ગુન્હામાં હવે ઘડપણની ઉંમરે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે

મેઘરજ તાલુકાના ઇસરી પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.એસ.દેસાઈ અને તેમની ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અને ગુન્હો આચરી નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરતા દિયોદર પોલીસ સ્ટેશનમાં 20 વર્ષ અગાઉ ઇપીકો કલમ-409 ના ગુન્હાનો આરોપી અને છીટાદરા ગામનો દીતા ધર્મા કટારા (ઉં.વર્ષ-69) હોવાનો દિયોદર પોલીસ ઇસરી પોલીસને જણાવતા ઇસરી પોલીસે તાબડતોડ છીટાદરા ગામે દીતા ધર્મા કટારાના ઘરે ત્રાટકી આરોપીને દબોચી લઇ દિયોદર પોલીસને સુપ્રત કરતા 20 વર્ષ અગાઉ ગુન્હો આચરી બિંદાસ્ત જીંદગી જીવતા આરોપીને પોલીસે ઝડપી પાડતા દીતા કટારાના મોતિયા મરી ગયા હતા

[wptube id="1252022"]
Back to top button