MEHSANAVIJAPUR

વિજાપુર ઉમિયા માલ ગોડાઉન ની દુકાન માં નકલી લાલ મરચુ બનાવતી ફેકટરી ઝડપાઇ

વિજાપુર ઉમિયા માલ ગોડાઉન ની દુકાન માં નકલી લાલ મરચુ બનાવતી ફેકટરી ઝડપાઇ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ઉમિયા માલ ગોડાઉન ની દુકાન નંબર 43 માં ખાવાના ઉપયોગમાં લેવામાં આવતુ લાલ મરચુ જેની નકલી લાલ મરચુ બનાવવા ની ફેકટરી ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સતત વોચ ગોઠવ્યા બાદ ઝડપી પાડી હતી સ્થળ ઉપરથી 758 કિલો આરોગ્ય ને હાનિકારક નકલી લાલ મરચુ જપ્ત કરી તેનું સેમ્પલ લેબ ટેસ્ટીંગ માટે મોકલી આપ્યુ છે જોકે આ નકલી બનાવવા ની એકજ માલિક ની વર્ષ 2018 માં રણાસણ તેમજ હિંમતનગર હાઇવે સુરજ ડેરી ની નજીક ની ઓરડી માં રેડ પાડી ઝડપી પાડવા માં આવી હતી દુકાનો ફેકટરી જે તે અધિકારી દ્વારા શીલ પણ કરવામાં આવી હતી ત્યારબાદ વર્ષ 2023 માં છ વર્ષ બાદ ઉમિયા માલ ગોડાઉન ની દુકાન માં મુકેશ ઉર્ફે મહેશ પૂનમ ચંદ મહેશ્વરીને ફરી નકલી ખાવાનું લાલ મરચુ બનાવતા ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ના અધિકારીઓએ રાત્રીના પોલીસ ને સાથે રાખીને ઝડપી પાડ્યુ હતુ જોકે ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી વીજે ચૌધરીએ સ્થળ ઉપર થી લાલ મરચા નુ સેમ્પલ લઈ ને લેબોરેટરી ટેસ્ટીંગ વિભાગ ને તપાસ માટે મોકલી આપી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે વારેઘડીએ લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરતો મુકેશ ઉર્ફે મહેશ મહેશ્વરી અલગ ટ્રેડ માર્ક સાથે નકલી મરચુ બનાવી ને વેપારીઓ ને વેચાણ કરી લોકો ના આરોગ્ય સાથે ખીલવાડ કરી રહ્યો છે ત્યારે તંત્ર રેડ પાડી સેમ્પલો લઇ ને દંડકીય કાર્યવાહી કરી છોડી મૂકવામાં આવે છે અને આવા શખ્સો ફરી નકલી મરચુ બનાવી ખીલવાડ કરી રહયા છે તો તંત્ર આવા લોકો સામે સખ્ત કાયદો કરી કાર્યવાહી કરશે કે પછી એજ કે ફિર વહી રફતાર

[wptube id="1252022"]
Back to top button