
ચક્રવાત (Cyclone) મોકા દરરોજ ખૂબજ ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ મુજબ 6 મે મોડી રાત્રે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી આસપાસ દબાણથી ચક્રવાત બનવાની સંભાવના છે. આ નવી માહિતી પ્રમાણે સવારે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને આસપાસના વિસ્તારમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ સર્ક્યુલેશનના પ્રભાવ હેઠળ 8 મે ના રોજ સવાર સુધીમાં પ્રદેશમાં ખુબ જ નીચા દબાણનું ક્ષેત્ર બને તેવી સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં દબાણ કેન્દ્રિત થવાની સંભાવના છે. 9 મેના આ દબાણ ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી સંભાવના છે.
ભારતી હવામાન વિભાગ મુજબ ચક્રવાતી તોફાન ઉત્તરથી બંગાળની ખાડીના મધ્ય ભાગ તરફ આગળ વધવાની પ્રબળ સંભાવના છે. પરિસ્થિતિ પર નિયમિત નજર રાખવામાં આવી રહી છે. આ હવાના દબાણને કારણે, 8 થી 12 મે દરમિયાન મોટાભાગના સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 10 મેના રોજ છૂટાછવાયાથી ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત આવતીકાલે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી, આંદામાન-નિકોબાર ટાપુઓ અને આંદામાન સમુદ્રમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. પવનની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ રહેવાની સંભાવના છે.