
સલાહ નહી, બાળકને માધ્યમ આપો પછી જૂઓ પરીણામ!
શિક્ષણમાં રસપ્રદ અધ્યયન -અધ્યાયન પ્રક્રિયા અતિ મહ્ત્વની છે. આ પ્રક્રિયાનું માધ્યમ જેટલું પ્રભાવશાળી રસમય અને રુચિમય તેટલું જ પરિણામ વધુ ફલદાયી એકસારો શિક્ષક વિષય, વિચાર, તથ્યને માધ્યમમાં એવી રીતે વ્યકત કરી દેતો હોયછે કે, બાળક તે હોંશે હોંશે પી લેતો હોયછે. આ માધ્યમ એટલે વર્ગખંડમાં થતી વિવિધતા સભર પ્રવૃતિઓ! પ્રવૃતિ એવું શસ્ત્ર છે કે, તે ક્યારેય નકામું જતું નથી. તે કંઇક ને કંઇક તો બાળકને આપી જ જાય છે.
વર્ગમાં કરાવેલ વિષયવસ્તુની પ્રવૃત્તિની સાથે સાથે રીસેસમાં કરાવેલ 800 જેવી પ્રવૃત્તિઓ, જેમાં ચિત્રકામ, વેસ્ટ્સમાંથી બેસ્ટ, કાગળકામ, પ્રયોગો, ભાષાની પ્રવૃત્તિનો સમાવેશ થાયછે. આ લેખમાં રજૂ કરેલ તમામ પ્રવૃત્તિ લાંબાગાળાની સાથે સાથે, સંશોધનાત્મક ફલક પર રજૂ કરી તારણો વ્યક્ત કરવામાં આવેલાં છે. આ તમામ પ્રવૃત્તિ વર્ગકાર્ય દરમિયાન જ્યારે સમય મળે ત્યારે કરાવીને, બાળકો આનંદની સાથે સાથે હળવાસની અનુભૂતિ પણ કરાવી જાયછે. બાળકો શાળની સાથે સાથે, ઘરે પણ એટલાં જ સક્રિય બને એજ મુખ્ય ઉદેશ! પ્રવૃત્તિનું માધ્યમ કેટલું કિંમતી છે તે મહત્વનું નથી,પણ તેનો પ્રભાવ કેટલો અસરકારક છે તે મહત્વનું છે.આ તમામ પ્રવૃત્તિ એક પ્રકારનું ઇનોવેશન જ છે.
પ્રવૃત્તિ:-1 ” નવીન(અઘરાં)શબ્દો મને આપો”
૦ સામગ્રી:- નકામું બોક્સ,રંગીન કાગળ, કલર ઉદ્દેશ – બાળકોના લેખનકાર્યની સાથે સાથે, શબ્દોભંડોળમાં પણ વધારો થાય
રીત:- નકામાં બોક્સ પર કલર કાગળ લગાવી, સુંદર પેટી જેવું બનાવી તેમના પર ‘નવીન (અઘરાં) શબ્દો મને આપો’ એવું લખાણ કરીને વર્ગની દિવાલે લગાવવું, બોક્સની બંને બાજુ કાપામૂકવા, જેથી બાળકો કાપલી નાખી શકે.
કાર્યપધ્ધતિ
કોઇ પણ ખર્ચ વગર થતી આ પ્રવૃત્તિ માટે બાળકો ઘરે કાર્ય કરશે. આ પ્રવૃત્તિમાં નક્કી કરેલાં વાર
પ્રમાણે બાળકો ઘરેથી કોઇ નવીન શબ્દ શોધી લાવી તે આ પેટીમાં નાખવામાં આવતા. નિયત કરેલા સમય
પ્રમાણે જ્યારે પેટી ખૂલતી ત્યારે, તેમાં રહેલાં તમામ શબ્દોનું લેખન કરાવવમાં આવતું. જે શબ્દ વધારે ખોટો તે
અઘરો શબ્દ! આ શબ્દ લાવનાર બાળક જ એ શબ્દ બ્લેકબોર્ડ પર સાચો લખીને બતાવશે, સાથે સાથે તેમને
પ્રોત્સાહિત પણ કરવાનો
પરિણામ આ પ્રવૃત્તિનું સૌથી ફલદાયી પરિણામ એ પ્રાપ્ત થયું કે, બાળકો ઘરે પણ એટલાં જ સક્રિય બન્યા. નવીન શબ્દ શોધવાની જાણે હરિફાઇ જામી! મારો શબ્દ કેમઅઘર ન હોય? આ ભાવનાએ તેમનામાં અનેક ગુણોનો વિકાસ કર્યો. નવો શબ્દ શોધવા માટે કરેલા પ્રયત્નો થકી તેમનામાં સશોધનાત્મકતાનો પણ વિકાસ થયો સાથે સાથે લેખન કૌશલ્યનો પણ વિકાસ એટલો જ અનેક પ્રકારના નવા શબ્દોના પરીચય થકી,
શબ્દભંડોળ પણ વિકસ્યું. બાળકોન ગમતાં માધ્યમ થકી કરાવેલ પ્રવૃત્તિથી વર્ગકાર્ય પણ જીવંત બન્યું.
પ્રવૃત્તિ:-2 “અમરપાત્રો મને આપો”
સામગ્રી:- નકામું બોક્સ,રંગીન કાગળ, કલર
ઉદ્દેશ ભારતીય સંસ્કૃતિના અમર પાત્રોના માધ્યમ થકી જીવનમૂલ્યોનો વિકાસ રીત:- નકામાં બોક્સ પર રંગીન કાગળ લગાવી, સુંદર પેટી જેવું બનાવી તેમના પર “અમરપાત્રો મને આપ”
એવું લખાણ કરીને વર્ગની દિવાલે લગાવવું, બોક્સની બંને બાજૂ કાપામૂકવા, જેથી બાળકો કાપલી નાખી શકે
કાર્યપધ્ધતિ: -આ પણ લાંબા સમયથી ચાલતી પ્રવૃત્તિ છે. શિક્ષણની સાથે સાથે, બાળકો પાસે આ પ્રવૃત્તિ કરાવવામાં આવીછે. જેમાં બાળકો મારફત ભારતીય સંસ્કૃતિના અમરપાત્રોના નામ શોધીને, તેના વિશે બે વાક્યો લખીને કાપલી પોતાના નામ સાથે આ બોક્સમાં નાખવામાં આવતી. નિયત સમયે જ્યારે પેટી ખૂલતી ત્યારે, દરેક બાળક તેનો પરીચય આપતો. વધારાનો પરીચય મારા થકી અપાતો.
પરીણામ:- આ પ્રવૃત્તિથી પણ બાળકો શાળાની સાથે સાથે, ધરે પણ એટલાં જ સક્રિય બન્યા.. કોઇ પણ રીતે માહિતી મેળવવા માટે તેઓ પ્રયત્ન કરતા, શાળા પુસ્તકાલયની સાથે તેઘરે પણ પોતના વાલી પાસેથી કોઇને કોઇ પાત્રની માહિતી મેળવવા પ્રયત્ન કરતા. જેનાથી સંશોધનાત્મકતાનો વિકાસ થયો. સૌથી મોટું પરીણામ તે હતું કે આ તમામ પાત્રોના પરીચય થકી બાળકોમાં થયેલાં જીવનમૂલ્યોનો વિકાસ ભારતીય સંસ્કૃતિના મહત્વને સમજતા થયા. વાચનનો શોખ નિર્માણ થયો.
પ્રવૃત્તિ:-૩ જનરલ નોલેજ:- પ્રશ્નો મને આપો”
સામગ્રી:- નકામું બોક્સ,રંગીન કાગળ, કલર
ઉદ્દેશ:- વાચનનો શોખ વિકસે, નોલેજમાં વધારો થાય
રીત – નકામાં બોક્સ પર રંગીન કાગળ લગાવી, સુંદર પેટી જેવું બનાવી, તેના પર “જનરલ નોલેજ- પ્રશ્નો મને આપો” એવું લખાણ કરીને વર્ગની દિવાલે લગાવવું, બોક્સની બંને બાજૂ કાપા મૂકવા, જેથી બાળકો પ્રશ્નોની કાપલી નાખી શકે.
કાર્યપધ્ધતિ: આ પ્રવૃત્તિ પણ લાંબા સમયથી ચાલતી પ્રવૃત્તિ છે, જેમાં પણ બાળકો નક્કી કરેલાં વાર પ્રમાણે કોઇ એક નોલેજનો પ્રશ્ન શોધી લાવે તે કાપલી આ બોકસમાં નાખવામાં આવતી.નક્કી કરેલાં વાર પ્રમાણે આ તમામ પ્રશ્નો બાળકોને જ પૂછવામાં આવતા. જો બાળકો એ જવાબ ન આપી શકે તો, લાવનાર બાળક જ તેનો જવાબ આપે. એની પાછળ પણ એક હેતુ હતો.
પરીણામ:- આ પ્રવૃત્તિનો મોટું પરીણામ એ હતું કે બાળકો શાળાની સાથે સાથે ઘરે પણ સક્રિય બન્યા. નવા
નવા પ્રશ્નોની શોધ માટે તેઓ વાચન કરતા થયા. જેના કારણે તેઓનો વાચનના વિકાસની સાથે નૉલેજમાં પણ
વધારો થયો.બાળકોને આ પ્રશ્નો ફરજિયાત યાદ રાખવા પડતા કારણ કે જો બીજા બાળકોને ન આવડે તો
જવાબ તેને જ આપવાનો હતો. તેથી તેઓ વધુ રસથી કામ કરતાં થયા.ચર્ચા થતી હોય જેના કારણે મૌલિકતામાં પણ વધારો થયો.
પ્રવૃત્તિ:4 “જોડણીને સમજીએ”
સામગ્રી:- જોડણીના નિયમોના કાર્ડ
ઉદ્દેશ – જોડણીને બરાબર સમજે, જેના આધારે લેખન,વાચન અને અભિવ્યક્તિ શુદ્ધ કરતાં થાય રીત: – આ પ્રવૃત્તિ પણ લાંબા સમય ચાલુ રાખેલ, જેમાં સૌપ્રથમ બાળકોને જોડણીના નિયમોની સમજ આપવામાં આવી. ત્યારબાદ દરેક બાળકોને અલગ અલગ કાર્ડ આપી દેવામાં આવ્યો. કાર્ડ નિયત સમય પ્રમાણે બદલાવી દેવામાં આવતા. દરેક બાળક કાર્ડ પ્રમાણે દસ શબ્દો શોધી લાવતાં. આવા અનેક શબ્દોનુ બ્લેકબોર્ડ પર લેખનકાર્ય કરી સમજણ આપવમાં આવતી. આ પ્રવૃત્તિ પણ સમય પ્રમાણે કરાવવામાં આવતી.
પરીણામ:- આ પ્રવૃત્તિથી ફલદાયી પરીણામ એ પ્રાપ્ત થયું કે, બાળકોને શબ્દોનું સાચું લેખન, વાચનઅને અભિવ્યક્ત કરવાની સાચી રીત પ્રાપ્ત થઇ. અનેકવિધ શબ્દો થકી, શબ્દભંડોળમાં પણ વધારો થયો.શબ્દોની સાચી જોડણી કરતા થયા. ભાષાસમૃદ્ધિમાં વધારો થયો.જોડણીની પાયાની જ માહિતી પ્રાપ્ત થતા શબ્દોની ભૂલો પણ ઓછી કરતા થયા શુદ્ધ ઉચ્ચારણની સાથે સાથે શબ્દસમૃદ્ધિમાં પણ વધારો થયો.
પ્રવૃત્તિ:-5 મૂળાક્ષરથી શરુ થતો શબ્દ આપો સામગ્રી:- નકામું બોક્સ,રંગીન કાગળ, કલર
ઉદ્દેશ:-અંગ્રેજીમાં શંબ્દોભડોળ થકી ભાષાસમૃદ્ધિમાં વધારો થાય
રીત:- નકામાં બોક્સ પર રંગીન કાગળ લગાવી, સુંદર પેટી જેવું બનાવી તેમના પર “સૂચવેલ મૂળાક્ષરથી શરુ થતો શબ્દ આપો” એવું લખાણ કરીને વર્ગની દિવાલે લગાવવું, બોક્સની બંને બાજૂ કાપામૂકવા, જેથી બાળકો આપેલ મૂળાક્ષર પ્રમાણેનો સ્પેલીંગ ( ચાર અક્ષર કે તેથી વધુ અક્ષરવાળો) લખીને કાપલી બોક્સમાં નાખી શકે. મૂળાક્ષર F આપેલ હોયતો તેનાથી શરુ થતા શબ્દો જ બાળકો શોધીને પેટીમાં નાખતા. નિયત સમયે પેટી ખૂલે ત્યારે તે સ્પેલીંગનું લેખન કરાવવામાં આવતું તેમજ લાવનાર બાળકને તે સ્પેલીંગ બોલવો ફરજિયાત હતો.
પરીણામ આ પ્રવૃત્તિ મારફત બાળકોમા અંગ્રેજી શબ્દોનું પ્રમાણ વધ્યું આજે બાળકોને 800 જેટલા સ્પેલીંગનું પ્રભુત્વ ધરાવે છે.
આ તમામ પ્રવૃત્તિઓના ફ્ળદાયી પરીણામ પરથી એ ચોક્ક્સ જાણવા મળ્યું કે, બાળકોને સલાહ
આપવાથી કશું પ્રાપ્ત થતું નથી પણ મનગમતા માધ્યમ સાથે વિષય રજૂ કરી આપીએ ચોક્ક્સ પરીણામ
મળે છે. અહીં વ્યક્ત થતા વિચારને સીધી રીતે રજૂ કરવાને બદલે કોઇ રસપ્રદ માધ્યમ થકી વ્યકત કરવાના પ્રયત્ન એ જ, બાળકોમાં રસવૃત્તિનું નિર્માણ કર્યુ અને પરીણામ સુધી પહોંચવામાં સફળ રહ્યાં. આમ એક શિક્ષક જયારે બાળકોની રસરુચિને અનુરુપ માદયમ શોધીને વિષયને રજૂ કરે છે. ત્યારે પરીણામ ચોક્ક્સ ફળદાયી બને છે .
વિજય દલસાણીયા સભારાવાડી પ્રા.શાળા-મોરબી મો.9979312794