NATIONAL

તોફાનીઓને જોતા જ ગોળી મારવાનો આદેશ

મણિપુરમાં આદિવાસી આંદોલન દરમિયાન બુધવારે હિંસા થઈ હતી. જેનો ભોગ આઠ જિલ્લાઓ બન્યા હતા. હવે મણિપુરનો હિંસાગ્રસ્ત માહોલ જોતા અસરગ્રસ્ત વિસ્તારોમાં તોફાનીઓને જોતાની સાથે જ ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો છે. મણિપુરના રાજ્યપાલે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં તોફાનીઓને જોતા જ ગોળી મારી દેવાના રાજ્ય સરકારના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. આ પહેલા હિંસાગ્રસ્ત ક્ષેત્રોમાં ધારા 144 લાગુ કરવામાં આવી હતી. રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે ઈન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.

મણિપુરમાં અસમ રાઈફલ્સની 34 અને સેનાની 9 કંપનીઓ તહેનાત છે. આ સિવાય ગૃહ મંત્રાલયે રેપિડ એક્શન ફોર્સની પણ પાંચ કંપનીઓને મણિપુર મોકલી દીધી છે. જોકે તેમ છતાં મણિપુરમાં તોફાનો ઓછા થવાનું નામ લઈ રહ્યાં નથી. કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીમાં સાડા સાત હજાર લોકોને સુરક્ષિત જગ્યાએ લાવવામાં આવ્યા છે. સ્થિતિને જોતા આઠ જિલ્લા- ઈમ્ફાલ વેસ્ટ, કાકચિંગ, થૌબાલ, જિરિબામ, વિષ્ણુપુર, ચુરાચાંદપુર, કાંગપોકપી અને તેંગનૌપાલમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. આ સિવાય સમગ્ર રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે મોબાઈલ ઈન્ટરનેટને બંધ કરી દેવામાં આવ્યું છે. જોકે બ્રોડબેન્ડ સર્વિસિસ ચાલુ રહેશે.

[wptube id="1252022"]
Back to top button