


જંબુસર નગર સહિત પંથક મા આજે બપોર ના બે વાગ્યા ના અરસા મા ગાજવીજ તોફાની પવન સાથે વરસાદ પડયો હોવાના તથા તોફાની પવને નગર સહિત પંથક મા ખાના ખરાબી સર્જી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ
જંબુસર નગર સહિત પંથક મા આજે બપોરે બે વાગ્યા ના અરસા મા વાતાવરણ મા એકાએક પલ્ટો આવ્યો હતો.સવાર થી ખુલ્લા આકાશ અને તડકા વચ્ચે એકાએક વાદળો છવાઈ ગયા હતા.અને ગાજવીજ સાથે તોફાની પવન ફુંકાવા નો શરૂ થઈ ગયો હતો.અને બાદ મા કમોસમી વરસાદ તુટી પડતા લોકો મા નાસભાગ મચી ગઈ હતી.તોફાની પવન ના લીધે જંબુસર નગર ના ટંકારી ભાગોળ વિસ્તાર મા આવેલ લીમડો ધરાશાયી થઈ ને ઓટો ગેરેજ ની દુકાન ઉપર પડયો હતો.જેમા ગેરેજ માલિક નો આબાદ બચાવ થયો હતો.પરંતુ ગેરેજ બહાર રીપેરીંગ માટે આવેલ ત્રણ બાઈકો નો ખુરદો બોલી ગયો હતો.તાલુકા ના કાવા ગામે પણ તોફાની પવન ના કારણે મકાન ના પતરા ઉડી ને અન્ય મકાન પર જઈ ને પડયા હતા.આ ઉપરાંત તાલુકા ના કોરા ગામે લગ્ન પ્રસંગ માટે બાંધેલ મંડપ પણ તોફાની પવન મા ધરાશાયી થઈ ગયો હતો.નગર સહિત પંથક મા તોફાની પવન થી કોઈ જાનહાની થઈ નથી પરંતુ મિલ્કતો ને તથા વાહનો ને નુકશાન થયુ છે.





