BHARUCHBHARUCH CITY / TALUKO

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ,ભરૂચ અને અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતી દ્વારા વડિલોના ઘર કસક ખાતે સ્વદેશી કીટનું વિતરણ કરાયું 

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ,ભરૂચ અને અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતી દ્વારા વડિલોના ઘર કસક ખાતે સ્વદેશી કીટનું વિતરણ કરાયું

 

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ,ભરૂચ ના પ્રોજેક્ટ ચેરમેન શ્રીમતી જ્યોતિબેન ભાવસાર અને રંજનાબેન મહાજન તરફથી વડિલો ના ઘર કસક ખાતે વડિલોને પતંજલિ ની સ્વદેશી કીટનું વિતરણ કરવામાં આવ્યું જેમાં વડિલોને રોજીંદા જીવનમાં ઉપયોગી ચીજવસ્તુઓ જેમકે નહાવા માટે નો સાબુ, કપડાં ધોવા નો સાબુ, સેમ્પુ, હેર ઓઈલ તથા ટેલકમ પાવડર ની કીટ વિતરણ કરવામાં આવી. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, હેમાબેન પટેલ, પ્રમુખ ભાવનાબેન સાવલીયા, સભ્ય બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભાવનાબેન વ્યાસ દ્વારા વડીલોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે તેમનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું, જેમાં બ્લડ પ્રેશર, ઓક્સિજન તથા ટેમ્પેચર ચેક કરાયું. આ પ્રસંગે ઉપસ્થિત સંસ્થાના સૌ પરીવારજનોએ વડીલોનાં આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

 

બ્રિજેશકુમાર પટેલ,

ભરૂચ

 

[wptube id="1252022"]
Back to top button