
તા.૪ મે
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા લીંબુના પાકમાં થતા રોગ અને જીવાત સામે પાક વ્યવસ્થા કઈ રીતે જાળવવી તે અંગેની કૃષિ સલાહ આપવામાં આવી હતી. લીંબુમાં થતા પાન કથીરીના રોગને નિયંત્રણમાં લાવવા માટે પ્રોપરગાઈટ દવા ૧૦ મિ.લી.ને ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને તેનો છંટકાવ કરવો. લીંબુમાં થતા સાયલા અને થ્રીપ્સ જેવા રોગોના નિયંત્રણ માટે ઈમીડાક્લોપ્રીડ ૩૦.૫ ટકા ૫ મિલી અથવા લીંબોળીના મીંજનું ૫ ટકા અર્કનું દ્રાવણ ૫00 મિલી ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો ઉપદ્રવ જો હોય તો ટ્રાયઝોફોસ ૪૦ ટકા ૨૦/૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને તેનો છંટકાવ કરવો. લીંબુના પાકમાં બદામી ટપકાના રોગને નિયંત્રણમાં રાખવા માટે કોપર ઓકસીક્લોરાઇડ ૪૦ ગ્રામ અને ૧.૫ ગ્રામ સ્તરે સાયક્લિન ૧૦ લીટર પાણીમાં બે છંટકાવ ૧૫ દિવસના સમયગાળામાં કરવા. લીંબુના પાકમાં થતા પાનકોરીયુ રોગના નિયંત્રણ માટે ઈમેડાક્લોપ્ર્રીડ ૩૦.૫ ટકા ૫ મિલી ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવાથી લીંબુનો પાક રોગમુક્ત રહી શકશે.









