DHORAJIRAJKOT

ધોરાજી શહેરમાં ગેરકાયદે દબાણ હટાવી ૭ કરોડથી વધુના મૂલ્યની ૧૨ હજાર ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવાઇ

તા.૪ મે

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શહેર વિસ્તારમાં આવેલા ઉર્ષ મેળાના મેદાનમાં સ્ક્રેપના વેપારીઓએ અંદાજિત ૧૨,૦૦૦ ચોરસ મીટર સરકારી જમીન ઉપર સ્ક્રેપનું દબાણ કર્યું હતું. અને વાણિજ્યિક હેતુથી અનધિકૃત દબાણ કરી સ્ક્રેપનો વેપાર કરવામાં આવતો હતો. સ્ક્રેપના વેપારીઓ સાથે સમજૂત કરીને આ દબાણ હટાવીને અંદાજિત રૂ. ૭ કરોડ ૨૦ લાખથી વધુની કિંમતી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.

ધોરાજી તાલુકા મામલતદારશ્રી એમ.જી.જાડેજાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ નાયબ કલેકટરશ્રી જે.એન.લીખીયાની સૂચના મુજબ સર્કલ ઓફિસરશ્રી ડી.એન. કંડોરિયા અને મહેસુલ તલાટીશ્રી ભારતીબેન ચાવડા, શ્રી જે.ડી.ભાદરકાની ઉપસ્થિતિમાં આ મેદાન ઉપરનું દબાણ સમજૂત કરીને હટાવવામાં આવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button