
વિજાપુર તાલુકાના લાડોલ ગામે ૧૧ પરકોલેટીંગ વેલ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરાયું
પરકોલેટીંગવેલએ વરસાદી પાણીને જમીનમાં સારી રીતે સંગ્રહ કરી અને ભૂગર્ભ જળ ઉંચા લાવવાની પદ્ધતિ
રાજ્ય સરકાર દ્વારા ચાલતા જળસંચય અને જળસિંચના અભિયાનમાં આ મહામૂલુ યોગદાન છે
ગુજરાત રાજ્ય જે વોટર ડેફિસીટ રાજ્ય ગણાતું હતું તે વોટર સરપ્લસ રાજ્ય બન્યું.
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના લાડોલ ગામે ૧૧ પરકોલેટીંગ વેલ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરતા સાંસદ શારદાબેન પટેલ જણાવ્યું હતું કે,દેશના યશસ્વી વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાજ્યમાં જળસંચય અને જળસિંચન દ્વારા જળક્રાંતિના અભિયાનની શરૂઆત થઈ જેમાં ગુજરાત રાજ્યને પાણીની અછતમાંથી મુક્ત કરવા માટે પ્રધાનમંત્રીશ્રીને જન જનને આ અભિયાનમાં જોડ્યા હતા
તેમણે વધુ માં જણાવ્યું હતું કે રાજ્યમાં હજારો બોરીબંધ અને ચેકડેમના નિર્માણ દ્વારા ભૂતળ જળ ઉપર આવે તેવા પ્રયત્નો થયા છે, લોકભાગીદારી દ્વારા “પાણી લાવે સમૃદ્ધિ તાણી” ને સાચા અર્થમાં ગુજરાતે પ્રધાનમંત્રીશ્રીની દિર્ઘદષ્ટીથી ચરિતાર્થ કર્યુ છે
સંસદશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં રાજ્ય વ્યાપી વોટરગ્રીડનું નિર્માણ થયું અને તેમના ભગીરથ પ્રયાસોના પરિણામે ગુજરાત રાજ્ય જે વોટર ડેફિસીટ રાજ્ય ગણાતું હતું તે વોટર સરપ્લસ રાજ્ય બન્યું જ્યારથી નરેન્દ્રભાઈ મોદીએ દેશની સુકાન સંભાળી ત્યારથી ગુજરાતને ડબલ એન્જીન સરકારનો લાભ મળ્યો છે.તેમણે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દિલ્લીમાં બેઠા બેઠા કચ્છ અને ઉત્તર ગુજરાતના ભૂગર્ભ જળ સ્તરની ચિંતા કરી ભૂતળ જળમાં વધારો કરવા માટે શરૂ કરેલી અટલ ભૂજલ યોજનામાં ગુજરાત રાજ્યનો સમાવેશ કર્યો છે તેમજ રાજ્યમાં અટલ ભૂજલ યોજના અંતર્ગત રાજ્યના ૬ જિલ્લાઓ, ૩૬ તાલુકાઓ અને ૧૮૭૩ ગ્રામ પંચાયતોમાં કાર્યરત છે. અટલ ભૂજલના ઇન્સેંન્ટીનવ ફંડમાંથી વૈજ્ઞાનિક પધ્ધનતિથી ૨૯૦૦ રિચાર્જ ટયુબવેલનું રૂ.૧૭૦ કરોડના ખર્ચે આયોજન કરેલ છે. જેમાં જિલ્લામાં ૧૮ કરોડ ૪૫ લાખના ખર્ચે ૯૩ રિચાર્જ ટયુબવેલનું આયોજન છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે અટલ ભુજલ યોજના અંતર્ગત સૂક્ષમ સિંચાઇને વેગ આપવા માટે ખાસ યોજના શરૂ કરી છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં ૫૮,૦૦૦ હેક્ટર વિસ્તારમાં સુક્ષમ સિંચાઈ માટે રૂપિયા ૫૮૬ કરોડની સહાય પ્રદાન કરવામાં આવી છે. આ પ્રસંગે પરકોલેટીંગ વેલ બાબતે સંસદશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ચાલતા રાજ્ય સરકારના ભૂતળ જળસ્તર ઉંચા લાવવાના અભિયાનને આગળ વધારતો આજનો આ કાર્યક્રમ વિશેષ છે. પરકોલેટીંગ વેલએ વરસાદી પાણીને જમીનમાં સારી રીતે સંગ્રહ કરી અને ભૂગર્ભ જળ ઉંચા લાવવાની પદ્ધતિ છે. આ પ્રસંગે સાફલ્ય ગ્રુપના યોગેશભાઈ મણીભાઈ પટેલ દ્વારા લાડોલ ગામ ખાતે ૧૧ પરકોલેટીંગ વેલ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે, જે આવનાર દિવસોમાં આ વિસ્તામાં જળ સ્તર ઉંચા લાવવામાં મદદરૂપ થશે તેમજ વડાપ્રધાન ની જનભાગીદારીના સંકલ્પનો સમાજમાંથી લોકો પાણીને પારસમણી સમજે અને પાણી બચાવવાના અભિયનમાં સહભાગી બને તે ઉદ્દ્શને ચરિતાર્થ કરવા અનુંરોધ કરી સાફલ્ય ગ્રુપના યોગેશભાઈ પટેલને જળક્રાંતિના યજ્ઞમાં તેમના યોગદાન માટે અભિનંદન આપ્યા હતા.
સાંસદશ્રીએ જણાવ્યું હતુ કે પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાત પાણીદાર બન્યુ છે. છેલ્લા ર૦ વર્ષમાં સરકારે જળશક્તિના મહત્વને સમજીને જળસંચયને જનશક્તિ સાથે જોડવાનું કાર્ય કર્યુ છે. રાજ્યમાં સુજલામ સુફલામ અને સૌની જેવી યોજનાઓ શરૂ કરી છે. તેમજ પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આજે રાજ્યવ્યાપી કેનાલ નેટવર્ક ઉભું થયું જના પરીણામે કચ્છના છેલ્લા ગામ મોડકુબા સુધી નર્મદાનું પાણી પહોંચાડી શક્યા છીએ.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે જણાવ્યું હતું કે,જળ એ જ જીવન છે.આ ૧૧ પરકોલેટીંગ વેલથી પાણીના જળ સ્તર ઊંચા આવશે.આ એક ભગીરથ કાર્ય છે.ભૂગર્ભમાં પાણીનો સ્ટોર થશે.જેનો લાભ આજુબાજુનાં ગામોને થશે.પાણીની સમસ્યાઓ દુર થશે તેમજ ખેડૂતની પણ પાણીની સમસ્યા હલ થશે અને તે સારો પાક મેળવી શકશે.આ અવસરે જીલ્લા પંચાયતના પ્રમુખ પ્રહલાદ પરમારે જણાવ્યું કે,આ ૧૧ પરકોલેટીંગ વેલથી વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાશે.આ વરસાદી પાણીના સંગ્રહ થકી પાણીના જળ સ્તર ઊંચા આવશે.ગુજરાત સરકારે પાણીની અછત દૂર કરવા અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે.જેના થકી આજે ગુજરાતમાં પાણી સબંધિત સમસ્યાઓ દૂર થઇ છે.અત્રે ઉલ્લેખનીય છેકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જળ સિંચનના અભિયાનને આગળ વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ‘‘સીમનું પાણી સીમમાં અને ગામનું પાણી ગામમાં’’ રહે તેવા અભિગમ સાથે રાજ્ય સરકાર દ્વારા આ અભિયના શરૂ કરવામાં આવ્યું છે. આ સુજલામ સુફલામ અભિયાન વરસાદનું પાણી જ્યાં પડે ત્યાં જ તેને રોકી લેવાનું અભિયાન છે.ર૦૧૮ થી સમગ્ર રાજ્યમાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન સ્વરૂપે ૭૪,૦૦૦ થી વધુ કામો હાથ ધરાયા છે.આ કામોના પરિણામે જળસંગ્રહ શક્તિમાં ૮૬ હજાર લાખ ઘનફૂટનો વધારો થયો છે અને ૧૭૮ લાખથી વધુ માનવદિન રોજગારી મળી છે.
લાડોલ ખાતે પરકોલેટીંગ વેલ બનાવવાના કામનું ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્યસભના સાંસદ જુગલજી ઠાકોર, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રહલાદભાઈ પરમાર, પૂર્વ ધારાસભ્ય રમણભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલ, કારોબારી ચેરમેન હરિભાઈ પટેલ,૧૧ પરકોલેટીંગ વેલના દાતાશ યોગેશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ વિજાપુર ,લાડોલ ગામ સરપંચ તેમજ સભ્યો સહિત લાડોલ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.





