MORBIMORBI CITY / TALUKO

મોરબી ની નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીએ એવન ગ્રેડ મેળવ્યો

મોરબીની નવયુગ વિદ્યાલયએ આ વખતે પણ ધો.12 સાયન્સની પરીક્ષામાં મેદાન માર્યું છે. શહેરની નામાંકિત ગણાતી નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરતો અને રાજનગર પંચાસર રોડ ઉપર રહેતો સામાન્ય પરિવારના અઘેરા હિત અલ્પેશભાઈએ ધો.12 સાયન્સની પરીક્ષામાં 650માંથી 597 માર્ક્સ સાથે 91.84 ટકા અને 99.98 પીઆર સાથે એવન ગ્રેડ મેળવ્યો છે. તેને સૌથી વધુ બાયોલોજીમાં 96 માર્ક્સ આવ્યા છે.

જ્યારે ગુજકેટમાં 115 માર્ક્સ આવ્યા છે. તેના પિતા સીરામીક કારખાનામાં નોકરી કરે છે. મોટાભાગે હિત ઘરે જ પરીક્ષાની તૈયારી કરતો અને દરરોજ આઠ કલાકથી વધુ અભ્યાસ કરતો આ ઉપરાંત યોગોમાં જિલ્લામાં ત્રણ વખત નંબર મેળવ્યો છે. તેમજ એનસીસીમાં બે મેડલ મેળવ્યા છે. એટલે અભ્યાસની સાથે બીજી પ્રવૃતિઓમાં પણ તે ઝળકયો છે. તે કહે છે કે, યોગા કરવાથી યાદશક્તિ વધુ સારી રહે છે. તે સામાન્ય પરિવાર હોય ઘર પણ નાનું હોય તેમજ સંયુક્ત પરિવાર હોવાથી  માટે અલગ રૂમ ન હોવા છતાં તેણે સખત મહેનત કરીને ઉજ્જવળ પરિણામ મેળવ્યું છે. હવે તેને નિટની એક્ઝામ આપી એમબીબીએસ થવાની ઈચ્છા છે.

*મોરબી ની નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીએ એવન ગ્રેડ મેળવ્યો*

[wptube id="1252022"]
Back to top button