NAVSARI

બી.વી.કે.ગ્રુપ ના સહયોગથી ધરમપુરના હનુમતમાળ ગામ ખાતે આદિવાસી રોજગાર મેળા નું આયોજન કરવામાં આવ્યું

વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ ચીખલી

વાંસદા ના બી.વી.કે. ગ્રુપ વતી આજુ બાજુ ના ગરીબ આદિવાસી યુવાનો જે શિક્ષિત છે એમને રોજગારી મળી રહે એના માટે અનેક વિવિધ યોજનાઓ અને આયોજનો કરવામાં આવે છે. જ્યારે આજ રોજ વલસાડ જિલ્લા ના ધરમપુર તાલુકાના હનમતમાળ ગામ ખાતે પ્રાથમિક શાળા ના કેમ્પસમાં B.V.K ગ્રુપના ચેરમેન અને નવસારી જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ ડો.વિશાલ પટેલ દ્વારા આદિવાસી રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વાંસદા અમૃત હોસ્પિટલના ડો.સોનલ પટેલ વાંસદા ડાંગી હોટલના સંચાલક ભુપેન્દ્રભાઈ પટેલ વાંસદા શાસક પક્ષના નેતા બીપીન માહલા હનમતમાળ ગામના સરપંચ શ્રી વિજયભાઈ માહલા ધરમપુર ભાજપ સંગઠન મહામંત્રી મુકેશ પટેલ પ્રિન્સિપાલશ્રી અને ગ્રામજનો તથા અનેક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.જેમાં રોજગારી માટે આવેલ 10 અને 12 પાસ. આઈ.ટી.આઈ,ઈલેક્ટ્રીક,સિવિલ મેકેનિકલ,એન્જિનિયર, ગ્રેજ્યુએટ વગેરે લાયકાત ધરાવતા 200 થી વધારે ઉમેદવારો અને વાપી,દમણ અને સેલવાસ થી પધારે MERIL LIFE SCIENCE PVT LTD ,PACIFIC CYBER TECHNOLOGY PVT LTD વગેરે મલ્ટી નેશનલ કંપનીના પ્લેસમેન્ટ ઓફિસરોએ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લીધા હતા જેમાં 60 થી વધારે ઉમેદવારોને રોજગારીના જોઇનિંગ લેટરો આપીને સિલેક્શન પણ કરવામાં આવ્યા હતા. આજ રીતે B.V.K ગ્રુપ દ્વારા હાલ આદીવાસી યુવાનો માટે ખૂબ સરસ કામગિરી કરવાંમાં આવી રહી છે. જ્યારે આવનારા દિવસોમાં જૉ આ ગ્રૂપ ના સભ્યો કોઈ મોટાં હોદા પર જઈ તો આદિવાસી યુવાનો માટે ખૂબ સરસ કામગીરી કરશે એ ચોક્ક્સ છે.

[wptube id="1252022"]
Back to top button