SINOR
શિનોર પોલીસ દ્વારા ગુજરાત સ્થાપના દિન નિમિતે પોલીસ અને આમ નાગરિકો વચ્ચે ફ્રેન્ડલી વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઇ


આજરોજ ગુજરાત સ્થાપના દિવસ ની ઉજવણી નાં ભાગ રૂપે શિનોર પોલીસ દ્વારા પોલીસ અને આમ નાગરિકો વચ્ચે સંવાદ અને સહયોગ સેતુ રચાય અને પોલીસ પ્રજાનો મિત્ર છે એ સાર્થક થાય એના ભાગ રૂપે પોલીસ અને આમ નાગરિકો વચ્ચે ફ્રેન્ડલી વોલીબોલ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ફ્રેન્ડલી વોલીબોલ ટુર્નામેન્ટ શિનોર પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી એમ કાંટેલિયા નાં અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.
જેમાં શિનોર પોલીસ સ્ટાફ ની ટીમ સામે આમ નાગરિકો ની ટીમ વિજેતા બની હતી.જેથી શિનોર પોલીસ સ્ટાફ દ્વારા વિજેતા થએલ ટીમને મેડલ આપી સન્માનિત કરવામાં આવી હતી.
ફૈઝ….શિનોર
[wptube id="1252022"]





