
કમોસમી વરસાદે અગરિયાઓ ને રોવડાવ્યા – મોટા પ્રમાણ માં નુકસાન

મીઠાના પાકેલા માલ માં નુકસાન – મો માં આવેલો કોળિયો છીનવાયો

હવામાન વિભાગની આગાહીને લઈને રાજ્યમાં ઠેર ઠેર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અને કમોસમી વરસાદના કારણે ખેડૂતો અને અગરીયાઓને ભારે નુકસાન થયું છે. ત્યારે હળવદના જોગડ પાસે રણમાં આજે બપોરે અચાનક ભારે પવન ફુકાતા અગરીયાઓની સોલાર પ્લેટો ઉડી હતી. તો સાથે હાલ મીઠાનો પાક તૈયાર થઈ ગયો હોય અને બહાર કાઢવાની તૈયારી કરતા હતા ત્યારે વરસાદ ખાબકતા મીઠાના પાટા ધોવાયા છે અને રણમાં વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ્પ થઈ ગયો છે. જેથી કરીને અગરીયાઓના મોઢામાં આવેલો કોળીયો છીનવાય તેમ છે.

[wptube id="1252022"]








