
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
* નવસારી વિજલપોર પાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી. આ સભામાં 257 જેટલા વિકાસના કામોને બહાલી આપવામાં આવી હતી.
* સામાન્ય સભામાં મંજુર કરાયેલા તમામ વિકાસના કામો પુરા કરવાની જવાબદારી જે- તે વિસ્તારના નગર સેવકોની રહશે- પ્રમુખ જીગીશ ભાઈ શાહ.
* નગરપાલિકાના દંડક વિજયભાઈ રાઠોડે જણાવ્યું હતું કે નગરપાલિકા વિસ્તારની જગ્યા ઉપર પોતાની જાહેરાત મુકતા વેપારીમિત્રો પાસેથી બે વર્ષનાં નાણાં દંડ સાથે લેવા સૂચના આપવામાં આવી હતી. અને હવે પછી તમામ પ્રકારની જાહેરાતના નાણાં લેવામાં આવશે.
નવસારી વિજલપોર પાલિકાની સામાન્ય સભામા ગત સમયના વિકાસના કામોને લઈને વોર્ડ નંબર 4 ના કોંગ્રેસના આદિવાસી મહિલા નગરસેવકે વિરોધ દર્શાવ્યો હતો. જેમાં વોર્ડ નંબર 4 પોતાના વિસ્તારમાં અગાઉ ની સરકાર વખતેના કામો મંજુર કરવામાં આવ્યા હતા.તે કામો હજુ સુધી ન કરતા પ્રમુખને ફરિયાદ કરી હતી. તો ભાજપના જ બે થી ત્રણ સભ્યોએ કામગીરી બાબતે પહેલી વાર સામે બોલવાની હિંમત કરી હતી.તો અમુક નગરસેવકો માત્ર અભિનદન આપવા જ સભામાં આવ્યા હોય તેમ લાગતું હતું. કરોડોના વિકાસના કામો ૨૫ મિનિટમાં કોંગ્રેસના સભ્યના વિરોધ સાથે મજુર કરાયા હતા.
નવસારી વિજલપોર નગરપાલિકાની સામાન્ય સભામા પાલિકા પ્રમુખ જીગીશ શાહ, ચીફ ઓફિસર જેયુ વસાવા ,ઓફિસ સુપરિટેન્ડ અને ઉપપ્રમુખની ઉપસ્થિતમાં યોજાઈ હતી. આ સભામાં 4 ભાજપ ના નગરસેવકો હાજર નહિ રહી પોતાનો રિપોર્ટ મોકલવાયો હતો.
આ સભામાં એક્ઝિક્યુટિવ કમિટીના 20, પબ્લિક વર્ક્સ કમિટીના 170 કામો ,વોટર વર્ક્સ કમિટીના 10 ,ડ્રેનેજ કમિટીના 21, લાઈટ કમિટીના 6, માયનોર કમિટીના 2 અને પરચુરણ અને વધારાના કામો મળી કુલ 257 કામો રજૂ થતા 5 મિનિટમાં બહાલી આપવામાં આવી હતી.
આ સામાન્ય સભામાં કોંગેસ ના મહિલા નગરસેવક તેજલબેન રાઠોડે વિરોધ દર્શાવ્યું હતું જેમાં અઘાઉની સરકાર સમયે તેમના વોર્ડ ન.4 ના કામો મંજૂરી મળી હતી તે કામો હજુ સુધી કેમ કરાયા નથી. અને નવા નવા કામો આવે છે. જે બાબતે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી છતાં કોઈએ ધ્યાને ન લેતા આખરે શનિવારે સામાન્ય સભામાં તમામ કામોમાં મારો પોતાનો વિરોધ દર્શાવતો લેખિત પત્ર પ્રમુખ જીગીશભાઈ શાહને આપ્યો હતો.






