
વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા
આંબલીયાત જુથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુર્હત ધારાસભ્યશ્રી નિમિષાબેન સુથારના વરદ હસ્તે કરવામાં આવ્યુ

મહિસાગર જીલ્લાનાં સંતરામપુર તાલુકાના ૧૭ ગામોને પીવાનું પાણી પુરૂ પાડવા માટે સરકાર દ્વારા આંબલીયાત જુથ પાણી પુરવઠા યોજના મંજુર કરવામાં આવેલ છે. આ યોજનામાં સમાવિષ્ટ ગામોની વર્ષ-૨૦૨૦ પ્રમાણે ૩૩૬૫૯ વસ્તીને આ જુથ યોજનાનો લાભ મળશે છે.
યોજનાના મુખ્ય સોર્સ તરીકે પાનમ જળાશય આધારીત કેનાલ ઉપર ઓફટેક સ્ટ્રક્ચર બનાવી ત્યાંથી નાના ઓરા ગામ પાસે મુખ્ય હેડવર્ક્સ બનાવવામાં આવશે જેમા ૫.૫ એમ.એલ.ડી. ક્ષમતાનો જળ શુધ્ધિકરણ પ્લાંટ, ૨૫ લાખ લીટરનો સંપ અને ૪ લાખ લીટરની ઊંચી ટાંકી બનાવી યોજનામાં સમાવેશ થયેલ નાના ઓરા, વાઘન, વાઘફલ, વાંદરીયા, જોટંગીયા, વાંકડી, મોટા ઓરા, નાન સલાઇ, ચરાડા, પાંચમુવા, આંબલીયાત, ફલવા, રામભેમના મુવાડા, સાતકુંડા, માંચોડ, સરસ્વા અને આંજનવા ગામોને ૧૦૦ લીટર માથાદીઠ પીવાનું પાણી પુરૂ પાડવાનું આયોજન કરેલ છે.
આ યોજનાનું ભૂમિ પૂજન તા પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડની શુભેચ્છાથી તથા મોરવા હડફ મતવિસ્તારના ધારાસભ્યશ્રી નિમિષાબેન સુથાર, અગ્રણી સંજયાંઇ પટેલ, જીલ્લા પંચાયત શ્રીમતી નંદાબેન ખાંટ, તાલુકા પંચાયત સભ્ય, સમાવિષ્ઠ ગામોના સરપંચ, આગેવાનો તથા પદાઅધિકારીઓ તેમજ પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર, નાયબ કાર્યપાલક ઇજનેર, સંતરામપુર પેટા કચેરીના અન્ય કર્મચારી તેમજ આ કામની એજન્સીના પ્રતિનીધિની ઉપસ્થિતીમાં નાન સલાઇ અને ફળવા ગામે કરવામાં આવેલ. આ યોજનાની વહીવટી મંજુરીની અંદાજીત રકમ રૂ. ૩૫૭૮.૦૫ લાખ ગ્રોસ છે.








