MORBIMORBI CITY / TALUKO

ગિજુભાઈ બધેકા રાષ્ટ્રીય શિક્ષક સન્માન” એવોર્ડ એનાયત કરતાં: વિજય ભાઈ દલસાણીયા

ગિજુભાઈ બધેકા રાષ્ટ્રીય શિક્ષક સન્માન” એવોર્ડ એનાયત કરતાં: વિજય ભાઈ દલસાણીયા

સ્કૂલ એકેડેમી કેરલા અને ટીમ મંથન ગુજરાત દ્વારા દર વર્ષે સમગ્ર ભારતમાંથી શિક્ષણના ક્ષેત્રમાં નાવીન્યપૂર્ણ કામ કરતા, રાજ્ય કક્ષાએ પસંદગી પામેલ ઈનોટીવ શિક્ષક, તેમજ અનેકવિધ પ્રવૃત્તિઓ મારફત વિદ્યાર્થીઓના વિકાસ માટે સતત કાર્યરત એવા શિક્ષકોને પસંદ કરીને “ગિજુભાઈ બધેકા રાષ્ટ્રીય શિક્ષક સન્માન” એવોર્ડ એનાયત કરવામાં આવે છે.

 


ત્યારે સમગ્ર ભારતમાંથી 110 જેટલા પસંદગી થયેલ શિક્ષકોમાંથી મોરબી જિલ્લાના શ્રી સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક વિજયભાઈ દલસાણીયાને તા27/04/23 ના રોજ બનાસકાંઠા જિલ્લાની
ગોગાઢાણી પ્રાથમિક શાળા ખાતે આ એવોર્ડ સન્માન સાથે એનાયત કરવામાં આવ્યો.તેમણે શાળા અને મોરબી જિલ્લાના ગૌરવમાં વધારો કર્યો છે . વિજયભાઈએ શિક્ષણના અનેક ક્ષેત્રમાં અનેકવિધ કામગીરી કરી છે. બાળકોના વિકાસ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ શાળામાં કરાવે છે. તેમણે કરેલી 900 જેટલી પ્રવૃતિઓ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે કરેલી પ્રસંશનીય કામગીરીના . આ તકે પસંદગી થતાં વિજયભાઈએ ટીમ મંથન ગુજરાતના શ્રીશૈલેષભાઈ પ્રજાપતિ, અનિલભાઈ શ્રીમાળી અને સતીષભાઈ પ્રજાપતિ તેમની અને સમગ્ર ટીમ પરત્ની લાગણી વ્યક્ત કરી હતી.

[wptube id="1252022"]
Back to top button