MORBIMORBI CITY / TALUKO

મોરબી પોલીસ વિભાગ દ્વારા આયોજિત સમર કેમ્પમાં વિદ્યાર્થીઓને વિવિધ પરીક્ષાઓ તથા પ્રાથમિક સારવાર અંગે માર્ગદર્શન અપાયું

મોરબી પોલીસ વિભાગ દ્વારા આયોજિત સમર કેમ્પમાં વિદ્યાર્થીઓને વિવિધ પરીક્ષાઓ તથા પ્રાથમિક સારવાર અંગે માર્ગદર્શન અપાયું

સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) યોજના અંતર્ગત મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓ માટે પોલીસ વિભાગ દ્વારા ૨૪ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી સમર કેમ્પનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

આ સમર કેમ્પ અન્વયે આજરોજ તા. ૨૮ એપ્રિલના રોજ વિદ્યાર્થિઓ માટે સવિશેષ સોમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમીનારમાં ગોકુળનગર પ્રાથમિક શાળાના આચાર્યશ્રી વિનોદભાઈ ગોધાણી દ્વારા તમામ વિદ્યાર્થીઓને વિવિધ શિષ્યવૃત્તિઓને લગતી પરીક્ષાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કેવી રીતે કરવી તથા ધોરણ ૧૦ અને ૧૨ પછીના વિવિધ અભ્યાસક્રમોની માહિતી વિગતવાર આપવામાં આવી હતી.

શિવમ હોસ્પિટલના એમ.ડી. શ્રી ડો. પ્રહલાદ ઉઘરેજા દ્વારા વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર અંગે પ્રાથમિક સારવારના તબક્કા, પ્રાથિમક સારવાર આપવાની પદ્ધતિઓ વગેરે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર અંગેનું ડેમોસ્ટ્રેશન પણ આપવામાં આવ્યું હતું.

આ સેમીનારમાં પી.આઈ. શ્રી પ્રકાશભાઈ દેકાવડિયા તથા અન્ય પોલીસ કર્મચારીઓ અને પોલીસ સ્ટુડન્ટ કેડેટ યોજના હેઠળના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button