RAJKOTUPLETA

ઉપલેટા તાલુકા મા આઇ. સી.ડી.એસ. દ્વારા કુપોષીત બાળકો ને થેરાપેટીક ફૂડ વિતરણ સાથે કેમ્પ યોજાયો.

ઉપલેટા આઇ.સી. ડી.એસ. સ્ટાફ : ‘અમારો તાલુકો કુપોષણ મુક્ત તાલુકો નો ઉદ્દેશ’ 

૨૮ એપ્રિલ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા


રાજકોટ જિલ્લા ના ઉપલેટા તાલુકાના આઇ. સી.ડી.એસ ઘટક દ્વારા કુપોષણ મુક્ત ભારત અભિયાન અંતર્ગત માનનીય કલેક્ટરશ્રી તથા માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી માર્ગદર્શન હેઠળ આજ રોજ ઉપલેટા આઈ સી ડી એસ ઘટક દ્વારા માર્ચ અતી કુપોષિત બાળકોનું આઈ.સી.ડી.એસ વિભાગ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા સ્ક્રીનીંગ કરી બાળકોના વાલીઓને તેમજ વર્કર બહેનોને આરોગ્ય પોષણ શિક્ષણ આપેલ તેમજ બધા કુપોષિત બાળકોને દાતાશ્રી તરફથી આપવામાં આવેલ થેરાપેટીક ફૂડ આપી તેનું મહત્વ સમજાવેલ તેમજ વર્કર બહેનો દ્વારા દર અઠવાડિયે તે બાળકનું વજન ચકાસવામાં આવે તેવું સૂચના ઉપલેટા તાલુકાના બાળ વિકાસ યોજના અધિકારી સોનલબેન વાળા દ્વારા આપવામાં આવેલ છે સાથે કુપોષીત બાળક એક પણ ના રહે પ્રયત્નો સાથે કુપોષિત બાળકો અપગ્રેડ થાય તેવા હેતુથી આ પહેલ રાજકોટ જિલ્લામાં પ્રથમ ઘટક કરાવવામા આવેલ છે હજી ૩ મહિના સુધી આ ફૂડ વિતરણ ચાલુ રાખવામાં આવશે તેવી વિગતો મળી છે.

[wptube id="1252022"]
Back to top button