
આજ રોજ તારીખ 28 /4/ 23ના રોજ પ્રાથમિક શાળામાં ધોરણ 8 ના બાળકો માટે વિદાય સમારંભ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં શાળાના આચાર્યશ્રી ભીખુભાઈ મકવાણા તથા શિક્ષક પરિવાર, હાઈ સ્કૂલના આચાર્ય શ્રી છગનભાઈ તથા એસએમસી સભ્યો અને તાલુકા ઘટક સંઘના મહામંત્રી શ્રી શંકરભાઈ ઉપસ્થિત રહ્યા હતા. ધોરણ 8 ના બાળકોએ પોતાના પ્રતિભાવ રજૂ કરતા હૃદય દ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા. છગનભાઈ પરમારે જીવનને ક્રિકેટની રમત સાથે સરખાવી મૂલ્યલક્ષી જીવન નો સાર કહયોહતો. શાળાના આચાર્ય શ્રી ભીખુભાઈએ શિક્ષણ સાથે સંસ્કાર નું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે પોતાના વર્તનથી માતા પિતાને સમાજમાં નીચું ન જોવું પડે તેવા સંસ્કાર કેળવવા પણ ભાર મૂક્યો હતો. થોમસ આલ્વા એડિસન ના ઉદાહરણ આપી ઉચ્ચ ધ્યેય રાખી સિદ્ધિ મેળવવાની વાત મહામંત્રી શ્રી શંકરભાઈએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી વિક્રમભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું અંતે આભાર દર્શન કરી ધોરણ 8 ના બાળકોને અશ્રુભીની વિદાય આપવામાં આવી હતી
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ