JETPURRAJKOT

“અન્ન બ્રહ્મ” યોજના હેઠળ શેરીમાં રહેતા બાળકોને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા ભોજન કીટનું વિતરણ કરાયું

તા.૨૭ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન મુજબ અત્યંત ગરીબ, જરૂરિયાતમંદ વ્યક્તિ, નિરાધાર, ઘરવિહોણા, ફૂટપાથ પર રહેનાર વગેરે જેવા તમામ લાભાર્થીઓને અન્ન સલામતી પૂરી પાડવાના હેતુસર વિનામુલ્યે અનાજ આપવાની રાજ્ય સરકારની “અન્ન બ્રહ્મ” યોજના હેઠળ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સુરજ સુથાર દ્વારા શેરીમાં રહેતા બાળકોને વ્યક્તિ દીઠ ૧૦ કી.ગ્રા ઘઉં અને ૫ કી.ગ્રા. ચોખાની કીટનું વિતરણ કરવામાં આવ્યુ છે.

જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી પ્રાર્થનાબેન દ્વારા રાજકોટ શહેરમાં શેરીમાં રહેતા બાળકો (children in street sltuation-CISS) ને “અન્ન બ્રહ્મ” યોજનાનો લાભ આપવાની યાદી મુજબના તમામ ૧૭ પરિવારોને હંસરાજનગર ચોક, રાજકોટના વાજબી ભાવની દુકાન પર કેમ્પનું આયોજન કરી અનાજની કીટ આપવામાં આવી હતી. જિલ્લા પુરવઠા કચેરી અને સમાજ સુરક્ષા કચેરીના તમામ કર્મચારીઓ દ્વારા સંયુક્ત કામગીરી થકી સરકારશ્રીની અન્ન બ્રહ્મ યોજનાના લાભાર્થીઓ સુધી અન્ન પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button