
તા.૨૭ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટ દ્વારા આગામી ૧૩ મે ના રોજ રાજકોટ જિલ્લા મથક તથા તમામ તાલુકા મથકોએ આવેલ અદાલતોમાં મેગા લોક-અદાલતનું આયોજન કરવામાં આવશે. જેમાં દાખલ થયેલ તથા અદાલતમાં કેસ દાખલ થાય તે પહેલાં (પ્રીલીટીગેશન)ના કેસ લેવામાં આવશે. લોક-અદાલતમાં (૧) ફોજદારી સમાધાન લાયક કેસ, (ર) નેગોશીએબલ એક્ટની ક્લમ-૧૩૮ ( રોક રીટર્ન અંગેના કેસ) હેઠળના કેસ (૩) બેન્ક લેણાના કેસ (૪) મોટર અકસ્માત વળતરને લગતા કેસ (પ) લગ્નવિષયક કેસ (૬) મજુર અદાલતના કેસ (૭) જમીન સંપાદનને લગતા કેસ (૮) ઈલેક્ટ્રીસીટી તથા પાણીના બિલોને લગતા કેસ (૯) રેવન્યુ કેસ (10) દિવાની પ્રકારના કેસ (ભાડા, સુખાધિકારના કેસ, મનાઈ હુકમના દાવા, કરાર પાલનના દાવા) (૧૦) અન્ય સમાધાન લાયક કેસનો સમાવેશ કરવામાં આવશે.

જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, રાજકોટના ચેરમેન શ્રી તથા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી ઉત્કર્ષ દેસાઈ દ્વારા તમામ પક્ષકારોને લોક-અદાલતમાં તેમના કેસ મુકવા અનુરોધ કરાયો છે, જેમાં બન્ને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસનો નિકાલ થાય છે તથા પક્ષકારો વિવાદમુકત બને છે. અને આગળ અપીલ ન થતી હોવાથી ભવિષ્યના વિવાદથી પણ પક્ષકારોને છુટકારો મળે છે. આ માટે પક્ષકારોએ પોતાનો કેસ વકીલ મારફતે અથવા તો સીધા જ સંબંધિત કોર્ટની લોક-અદાલતમાં મુકવા કાર્યવાહી કરવાની રહેશે. આ લોક-અદાલતનો મહત્તમ લાભ લેવા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, રાજકોટના સચિવશ્રી એન.એચ.નંદાણીયાની યાદીમાં જણાવાયું છે.








