MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારા તાલુકાના હડમતિયામા રામજી મંદિરનો જીર્ણોદ્ધારની સાથે સુંદરકાંડનું આયોજન કરાયુ

ટંકારા તાલુકાના હડમતિયામા રામજી મંદિરનો જીર્ણોદ્ધારની સાથે સુંદરકાંડનું આયોજન કરાયુ

ટંકારા તાલુકાના હડમતિયા ગામના મંદિરમાં બિરાજમાન આરાધ્યા દેવ શ્રી રામ અને સીતાજીનું રામજી મંદિર આશરે *15 થી 16 વર્ષ જુનું* થવાથી ફરીથી રંગરોગાન કરી રામજી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે *ભગવાન રામ* , *લક્ષ્મણ* અને *સીતાજી* , *શ્રીકૃષ્ણ અને રાધાજી* ની મૃર્તીઓનુ કલરકામ અને વાઘા (વસ્ત્રો) થી સુશોભીત બનાવીને આકર્ષક નું કેન્દ્ર બન્યાં છે સાથે ઘુમ્મટમાં રાસ ચિત્ર બનાવીને જાણે શ્રીકૃષ્ણ અને રાધાજી રાસે રમતા હોય તેમ લાગી રહ્યું છે. આ રામજી મંદિરના જીર્ણોદ્ધારમાં આશરે 21/22 લાખ રૂપિયાનો ખર્ચ ગામના ઉધોગપતિઓ તેમજ ગ્રામજનો એ આપ્યો છે. આ કામમાં રાત-દિવસ મહેનત કરતા મુળજીભાઈ કામરીયા, જાદવજીભાઈ સિણોજીયા, કેશવજીભાઇ કામરીયા, હિતેષભાઇ મેરજા,જગદીશભાઈ સિણો જીયા, ઠાકરશીભાઈ મેરજા ,રમેશભાઈ સિણોજીયા, પ્રભુભાઈ મેરજા એ મહત્વનું યોગદાન આપ્યું છે. તા. 27/4/2023 ને ગુરુવારના રોજ રાત્રે 9.00 કલાકે સુંદરકાંડ નું આયોજન કરાયું છે

[wptube id="1252022"]
Back to top button