નવસારી: સ્વાગત કાર્યકમ થકી ગામના વિદ્યાર્થીઓની બસ મુસાફરી થઇ સરળ,વિદ્યાર્થીઓ કોલેજમાં હવે સમયસર પહોંચે છે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
બસના સમયમાં ફેરફાર થકી વિદ્યાર્થીઓ કોલેજમાં હવે સમયસર પહોંચે છે’
સ્વાગત કાર્યકમ થકી મારી દિકરી સહિત ઘણા વિદ્યાર્થીઓની ભણતરની મુસાફરી સરળ બની છે અને એ માટે હું સરકારનો હૃદયપૂર્વક આભાર માનું છું’ – સંજયભાઈ પટેલ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના કાર્યકાળમાં નાગરિકોના પ્રશ્નો સુખદ નિરાકરણ માટે રાજ્યમાં સ્વાગત ઓનલાઈન કાર્યક્રમની શરુઆત ૨૪ એપ્રિલ ૨૦૦૩ ના રોજ કરી હતી. આ સ્વાગત કાર્યક્રમને હવે ૨૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. સરકારના લોકાભિમુખ વહીવટની બાબતોથી નાગરિકો વાકેફ થાય અને તેનો મહત્તમ લોકો લાભ મેળવી શકે તે ઉદ્દેશથી સરકાર દ્વારા સ્વાગત કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી અને આજે આ કાર્યક્રમ લોકપ્રશ્નોનું સુખદ અને ત્વરિત નિરાકરણ લાવી એક જ્વલંત જનઅભિયાન બની ગયું છે.
આવા સુખદ નિવારણના લાખો પ્રસંગોમાંથી એક પ્રસંગ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના અંબાચ ગામના જાગૃત નાગરિક સંજયભાઈ પટેલનો છે. જેમણે પોતાના ગામના સહિત આસપાસના ગામના વિદ્યાર્થીઓની ભણતર માટે બસ-મુસાફરીનાં નિયત સમયમાં જરૂરી ફેરફાર માટે ‘સ્વાગત’માં અરજી કરેલ હતી. અને જેનું સુખદ પરિણામ હવે અંતરિયાળ વિસ્તારમાં ઉમરકુઈથી ચીખલી રૂટની ચાલુ બસના વિદ્યાર્થી-મુસાફરો ચીખલી કોલેજ પર સમયસર પહોચાડવામાં મદદરૂપ થઇ રહ્યું છે.
<span;>આ બાબતે અંબાચ ગામના જાગૃત નાગરિક અને પિતા સંજયભાઈ પટેલે જણાવ્યું કે, અમારું ગામ અંતરીયાળ વિસ્તારમાં છેવાડાનું ગામ છે. અહી બસ નિયમિત આવે છે. મારી દિકરી તથા આસપાસના ગામના ઘણા વિદ્યાર્થીઓ પોતાના ઉચ્ચતર શિક્ષણ માટે ચીખલી કોલેજમાં જાય છે. પરંતુ બસનો ઉપડવાનો સમય સવારે થોડો મોડો હોવાથી વિદ્યાર્થીઓને કોલેજે પહોંચવામાં મોડું થતું હતું. આ બાબતે એસ.ટી. વિભાગ તથા સ્વાગત પોર્ટલ પર અરજી કરવામાં આવી હતી. પરિણામ સ્વરૂપે થોડા સમય બાદ પ્રાંત કચેરી તથા એસ.ટી વિભાગ, વહીવટી તંત્ર દ્વારા સુખદ નિરાકરણ લાવતા બસના સમયમાં ફેરફાર કરતા અહીના વિદ્યાર્થીઓને હવે કોલેજ સમયસર પહોંચવું સરળ થયું છે અને જેથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આંનદની લાગણી પ્રસરી છે.
<span;> અંબાચ ગામના વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ આવતા વિદ્યાર્થીઓ, સંજયભાઈ પટેલ અને ગામના લોકો સમગ્ર વહીવટી તંત્ર અને સરકારનો આભાર માની રહ્યા છે. અને જાણે સ્વાગત કાર્યક્રમ એ એમના પ્રશ્નોના નિરાકરણ માટેનો ખરા અર્થમાં સુખદ સેતુ બન્યો હોય એવો હાશકારો અનુભવે છે.
તસ્વીર – પ્રતીકાત્મક






