
વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા
મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના સ્વાગત કાર્યક્રમ માં ૭૯ અરજદારોના પ્રશ્નનો નિકાલ કરાયો

જાહેર જનતાના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ જ નિરાકરણ થઈ શકે તે માટે માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેઓના મુખ્યમંત્રીકાળ દરમિયાન શરૂ કરાયેલ સ્વાગત કાર્યક્રમને 20 વર્ષ થઈ ગયા છે. આ 20 વર્ષમાં અસંખ્ય લોકોએ સ્વાગત કાર્યક્રમ થકી પોતાની મુશ્કેલીઓનું સ્થાનિક કક્ષાએથી જ નિરાકરણ મેળવ્યું છે. હાલમાં રાજ્ય સરકાર દ્વારા ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજરોજ મહીસાગર જિલ્લાના ખાનપુર ખાતે કલેકટરના અધ્યક્ષ સ્થાને અને વીરપુર તાલુકામાં જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને ગ્રામ્ય અને તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહીસાગર જિલ્લાના ખાનપુર અને વિરપુર તાલુકામાં મામતલદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી નાં અધ્યક્ષતામાં આયોજીત તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આજરોજ કુલ ૧૫૮ જેટલી અરજીઓનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું છે. જેમાં તાલુકા સ્વાગતના કુલ ૩૬ પ્રશ્નો અને ગ્રામ સ્વાગતના કુલ ૧૨૨ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તમામ પ્રશ્નોનું સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
જિલ્લામાં આજરોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ હેઠળ વિવિધ વિભાગો માટેની કુલ ૧૫૮ ફરીયાદો હતી. આ તમામ ફરીયાદોના અરજદારશ્રીઓને સંબધિત વિભાગના અધિકારીઓની હાજરીમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સાંભળવામાં આવી હતી અને હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.








