
ઉત્તર પ્રદેશના કાનપુરથી હેરાન કરી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક યુવકની ગર્લફ્રેન્ડને તેના પિતા સાથે પ્રેમ થઈ ગયો છે. બાપ પોતે છોકરાની ગર્લફ્રેન્ડને લઈને ભાગી ગયા છે. છોકરીના ઘરવાળાઓએ અપહરણનો કેસ નોંધાવ્યો છે. પોલીસે તપાસ કરી તો આખી ઘટનાનો ભાંડો ફૂટ્યો છે.
કાનપુરના ચકેરી વિસ્તારમાં રહેનાર કમલેશ પોતાના 20 વર્ષીય પુત્ર સાથે કામની શોધમાં ઓરૈયા આવ્યો હતો. કમલેશનો પુત્ર મકાન બનાવવાનું કામ કરતો હતો. આ વચ્ચે તેના વિસ્તારની એક 20 વર્ષીય છોકરી સાથે પ્રેમ થઈ ગયો. છોકરી પણ ક્યારેક ક્યારેક યુવકને મળવા તેના ઘરે પણ આવતી જતી હતી. જ્યારે ઘણી વખત બોયફ્રેન્ડ ઘર પર નહોતો મળતો તો છોકરી તેના પિતા સાથે વાતચીત કરતી.
ધીમ ધીમે છોકરી પોતાના પ્રેમીના પિતા કમલેશને પ્રેમ કરવા લાગી. એની ખબર પુત્રને પણ નહોતી થઈ. છોકરી એક વર્ષ પહેલા કમલશની સાથે ઘરેથી ભાગી ગઈ. કમલેશનો છોકરો ઘરે જ હતો એટલે છોકરીના ઘરવાળાઓને તેના પર કોઈ શક ન થયો. છોકરીના પરિવારજનોએ ચકેરી પોલીસ સ્ટેશનમાં છોકરીના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસને આ મામલે કોઈ સગડ મળતા નહોતા કે છેવટે છોકરી ગઈ ક્યાં ?
રત્નેશ સિંહે કહ્યું કે, પોલીસને તપાસમાં ખબર પડી કે છોકરીને કમલેશના છોકરા સાથે હળવા મળવાનું થતું હતું. જ્યારે પોલીસે કમલેશના છોકરાની પૂછપરછ કરી તો તેણે કહ્યું કે મારી પ્રેમિકાને મારો બાપ જ લઈ ગયો છે. એ પછી પોલીસે બંનેની તપાસ શરૂ કરી હતી. પોલીસે તપાસ કરી તો ખબર પડી કે કમલેશ છોકરી સાથે દિલ્હીમાં રહે છે અને એક ફેક્ટરીમાં કામ કરે છે. આ પછી પોલીસે દિલ્હીથી બંનેને પકડી લીધા છે.
કમલેશના દીકરાને પોતાના બાપના આ કરતૂતની જાણકારી હતી. પરંતુ શરમના કારણે તે બતાવી નહોતો શકતો. પોલીસે કમલેશને પોલીસ સ્ટેશને રાખ્યો છે. જ્યારે છોકરીનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવશે. એ પછી તેનું નિવેદન નોંધવામાં આવશે. છોકરીના નિવેદનના આધારે જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. હજુ પણ છોકરી કમલેશ સાથે જ રહેવાની વાત કરી રહી છે. છોકરી અને કમલેશ બંને પુખ્ત છે એટલે તેમના નિવેદનના આધારે જ કાર્યવાહી થશે.