
સબ…
વહીવટી તંત્ર અને કવોરી અને ટ્રક એસોસીએશન ના પ્રતિનિધિઓ સાથે મળી આ માર્ગ પર રોડ એન્ડ સેફ્ટી અંતર્ગત તંત્ર દ્વારા સમીક્ષા કરાઈ હતી. તેમ છતાં પરિસ્થિતી યથાવત!
મુખ્ય માર્ગ પર પથ્થરની ખાણો માંથી મોટા પથ્થરો લઈ ને આવતી ટ્રકો કોઈ મોટાં અક્સ્માત ના તેડાં સમાન જોવા મળે છે.
વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ – ચીખલી
ચીખલી તાલુકા માં મોટા પાયા પર કવોરી ઉદ્યોગ વ્યાપક પ્રમાણમાં ચાલી રહ્યો છે. સાથે સાથે હાલ થોડા સમય થી રેતી ના પ્લાન્ટ પણ ચાલી રહ્યા છે.જ્યારે આ વિસ્તાર માં અનેક વિકાસ ના કામો ચાલુ હોય.જેને લઈને ડામર પ્લાન્ટ એ પણ માંઝા મૂકી છે.ત્યારે ચીખલી તાલુકા માંથી પસાર થતાં હાઇવે નંબર ૪૮ ને જોડતો અને ચીખલી સાપુતારા માર્ગ પસાર થાય છે. જે સાપુતારા થી મહારાષ્ટ્ર ને જોડતો માર્ગ છે. જ્યારે આ માર્ગ પર બામણવેલ અને આજુ-બાજુ માં મોટા પાયા પર કવોરી ઉદ્યોગ વર્ષોથી ચાલી રહ્યો છે. જ્યારે આ માર્ગ પર થતાં પોલ્યુશન અને ધૂળ ઉડવાની બાબતે તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું. અને માર્ગ પર રોડ એન્ડ સેફ્ટી અંતર્ગત સમીક્ષા કરવામાં આવી હતી.તેમ છતાં હાલ માર્ગ પર ધૂળ અને રજકણો ના ગોટે ગોટા ઊડતાં જોવા મળે છે.ત્યારે પ્રાંત અધિકારીશ્રી. ચીખલી ના અધ્યક્ષ સ્થાને રોડ સેફ્ટી અંતર્ગત એક સમીક્ષ બેઠક યોજાઈ હતી.જેમાં મામલતદારશ્રી.ચીખલી, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચીખલી, કવોરી એસોસિએશનના પ્રમુખ અને ટ્રક એસોસિએશનના પ્રમુખો ને સાથે રાખી બેઠક યોજાઈ હતી.ત્યારે વહીવટ તંત્ર સાથે કવોરી એસોસિએશન અને ટ્રક એસોસીએશન પણ તંત્ર જોડે ખભા થી ખભા મળવીને જે આમ જનતાને આ બાબતે કોઈ હાલાકી નો વેઠવી પડે એના માટે કેમ્પેન હાથ ધરવામાં આવ્યું હતું અને વહીવટી તંત્ર અને એસોસિયેશનના પ્રમુખો દ્વારા એક ટીમની રચના કરી સ્થળ તપાસ કરી યોગ્ય પગલા લેવાનું નક્કી કર્યું હતું.ત્યાર બાદ પણ હાલ ચિત્ર કંઈ અલગ જોવા મળી રહ્યું છે.જ્યારે આ માર્ગ પર કોઈ પણ કવોરી માંથી રેતી કે કપચી ભરી ટ્રક બહાર નીકળશે તો ફરજીયાત ધોરણ થી તાડપત્રી લગાવી પડશે. ત્યાર બાદ રેતી ના પ્લાન્ટ ચલાવતાં માલિકો એ રબડી રોડ પર વહન કરી શકશે નહીં અને રોડ ની બાજુ માં પુરાણ ના કરવું એ સ્પષ્ટ શબ્દો માં જાણવી દેવામાં આવ્યું હતું.વધુ માં કવોરી ના માલિકો દ્વારા કવોરીની આજુ બાજુ સફાઈ રાખવા સ્પષ્ટ અભિગમ બહાર પાડવામાં આવ્યો હતો.તેમ છતાં મોટા ભાગ ની ટ્રકો પર તાડપત્રી જોવા મળતી નથી.જેને લઇ માર્ગ પર ધૂળ અને રજકણો ઉડતા જૉવા મળે છે.જ્યારે માર્ગ ની રોંગ સાઇડ પર અનેક ટ્રક વહન કરે છે.જેને લઈ કોઈ મોટો અક્સ્માત સર્જાઇ તો જવાબદાર કોણ? આ માર્ગ પર રોડ એન્ડ સેફ્ટી અંતર્ગત સમીક્ષા બેઠક અને આયોજનો કરવામાં આવ્યા હોય તેમ છતાં હાલ આ પરીણામ જોવા મળે છે. તો જવાબદાર કોને ઠેરાવવા એ એક સવાલ ઉદ્દભવી રહ્યો છે. ત્યારે હાલ જ થોડાં સમય પહેલાં ક્વોરી ઉદ્યોગ થકી સરકારશ્રી ની તિજોરી માં કરોડો રૂપિયા ની આવક થઈ છે. જ્યારે સરકારી તિજોરી માં આ આવક થઈ હોય.તેમ છતાં આમ જનતા માટે કોઈ પગલાં શા માટે નથી લેવાતાં ત્યારે જોવાનું એ રહ્યું કે આવનારા દિવસોમાં વહિવટી તંત્ર દ્વારા શું પગલાં લેવાશે.
બોક્સ:૧
સરકાર શ્રી ને ક્વોરી ઉદ્યોગ થકી રોયલ્ટી ના રૂપ માં કરોડો ની આવક પણ મૂખ્ય માર્ગ પર ઉડતું ધૂળ અને રજકણો થી આમ જનતા ને અનેક તકલીફો જેની સમસ્યા આ અધિકારી ઓ ના નજરે નથી પડતી એમ લાગી રહ્યું છે. જ્યારે માર્ગ પર રોંગ સાઈડ પર આવતી ટ્રકો અક્સ્માત ના તેડાં સમાન જોવા મળે છે. ત્યારે અક્સ્માત સર્જાય તો જવાબદાર કોણ ? શું આ માર્ગ ફક્ત ક્વોરી ના ઉદ્યોગકારો માટે નો જાહેર કરી દેવો જોઇએ?
બોક્સ: ૨
જ્યારે હાલ આ વિસ્તાર માં ડામર પ્લાન્ટ પણ ખૂબ ધમધમતા જોવા મળી રહ્યા છે. જેમાં થી નીકળતાં ધુમાડા થી આજુ બાજુ ની પ્રકૃતિ અને આબોહવા ને ખુબ મોટું નુક્શાન લાંબા સમય એ જોવા મળશે ત્યારે આ પ્લાન્ટો ની તપાસ કરવી જરૂરી બની રહી છે.