
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ | નવસારી
ખરેગામના પ્રેમી બ્રિજેશ પટેલ દ્વારા પ્રેમિકાનાં પરિવારજનો પર ઓનરકિલિંગ આરોપ લગાવી રેન્જ આઈજીને લેખિત ફરિયાદ કરતા નવસારી પોલીસ દોડતી થઈ નવસારીના અબ્રામા ગામમાં રહેતી સાહિસ્તા નામની યુવતી અને ખેરગામમાં રહેતા બ્રિજેશ પટેલ નામના યુવક વચ્ચે પાંચ વર્ષથી પ્રેમસંબંધ હતો. બ્રિજેશના જણાવ્યા પ્રમાણે, સાહિસ્તા સ્કૂલમાં હતી અને તે આઈટીઆઈ કરતો હતો ત્યારથી તેમની વચ્ચે પ્રેમસંબંધ હતો. તેઓ મારુ બર્થડે હોવાથી તેને સરપ્રાઈઝ આપવા માટે સાહિસ્તા તેના ઘરેથી નીકળી હતી. સાહિસ્તા બ્રિજેશને મળે તે પહેલા જ સાહિસ્તાના પરિવારના સભ્યો બ્રિજેશના ઘરે પહોંચીને સાહિસ્તાને શોધવા લાગ્યા હતા. આ સમયે સાહિસ્તા વલસાડ પહોંચી અને બ્રિજેશને એકાએક ફોન આવ્યો અને કહ્યું કે, ‘તું મને લઈ જા.’ ત્યારબાદ સાહિસ્તાના પરિવારના સભ્યોએ બ્રિજેશને ધમકાવ્યો કે, ‘તું સાહિસ્તાને લઈ આવ અને ત્યારબાદ તલવાડા તળાવ પાસે સહિસ્તાને અમને સોંપી દેજે,’જે બાદ બ્રિજેશ તેવુજ કર્યું હતું યુવતીને પરિવારજનોને સોંપી દીધી હતી. ત્યારબાદ યુવતી આત્મહત્યા કરી લીધી હોવાની વાત મળી હતી
નવસારીમાં જલાલપુરના અબ્રામા ગામમાં રહેતી એક યુવતીનું શંકાસ્પદ મોત થતા તેના પ્રેમી દ્વારા સુરત રેન્જ આઈજીને અરજી કરી તેની પ્રેમિકાનાં પરિવારજનો પર ઓનરકિલિંગનો આક્ષેપ કર્યો છે. તો બીજી તરફ મૃતક યુવતીનાં પરિવારજનો કહી રહ્યાં છે કે, યુવકે સ્વીકારવાની ના પાડતાં પોતાની દીકરીએ આત્મહત્યા કરી હતી. આ સમગ્ર મામલામાં યુવતીના શંકાસ્પદ મોત બાદ તેની દફનવિધિ કરી દેવામાં આવી હતી. પરંતુ, યુવકની અરજીબાદ પોલીસે આજે પ્રાંત અધિકારીની હાજરીમાં કલથાણના કબ્રસ્તાનમાંથી મૃતકના મૃતદેહને બહાર કાઢી પેનલ પીએમ માટે સુરત ખસેડવામાં આવ્યો હતો.
સુસાઈટ નોટ સામેં આવી છે. જેમાં તેને લખ્યું છે કે, મમ્મા-પપ્પા સોરી મને માફ કરી દો.પાણ મારી તો કઈ ભુલ જ નથી. મેં તો ખાલી કોઈથી મોહબ્બત કરી. બ્રિજેશને કહેજો કે સોરી એને મને કસમ આપીને રોકેલી હતી. પણ મારે જીવવાથી કંઈ ફાયદો નથી. પપ્પા-મમ્મી ભૂલ તો મારી જ છે. એને મને કીધું કે, હું તારી સાથે શાદી કરવા તૈયાર છું. પણ તારું ભવિષ્ય બગડશે. મારા ઘરે તેલ લાવવાના પૈસા નથી. મારી પાસે કોઈ જોબ નથી. તને વલાવીને તારું ભવિષ્ય હું બગાડવાનો નથી. જે દિવસે હું પૈસા કમાતો થઈ જઈશ તે દિવસે તને છાતી થોકીને લઈ જઈશ. મમ્મી હું મરી જાવને તો અલ્લાહના વાસ્તે એને કંઈ કરતા નહીં. એને માફ કરી દેજો. એક મારી ઉમ્મીદ છે કે, મારી મૈયતમાં એને બોલાવજો. મારું મોઢું બતાવજો. પ્લીઝ મમ્મી-પપ્પા મને માફ કરી દેજો.
પ્રાપ્ત માહિતી મુજબ આ બાબતે સુરત રેન્જ આઈજી પીયૂષ પટેલે જણાવ્યું હતું કે, બ્રિજેશ પટેલ નામના વ્યકિત દ્વારા લેખિતમાં અરજી કરવામાં આવી છે. જેમાં તેને પોતાની પ્રેમિકાની તેના પરિવારના લોકોએ હત્યા કરી નાખી હોવાની આશંકા વ્યક્ત કરી છે. જે બાબતની નવસારી પોલીસને જાણ કરી છે. પોલીસની ટિમ આ કેસની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.