
તા.૨૫ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
ગુજરાત રાજ્યમાં બાગાયત વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૩-‘૨૪ માટે બાગાયતી યોજનાઓની સહાય મેળવવાની અરજી કરવા માટે તા. ૩૧ મે, ૨૦૨૩ સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે. ખેડૂતો http://ikhedut.gujarat.gov.in ઉપર અરજી કરી શકશે. અરજી કરતી વખતે ખેડુતે ૭-૧૨, ૮-અ, બચત બેંક ખાતા નંબર, આધાર કાર્ડ તથા મોબાઇલ નંબરની વિગતો સાથે રાખવાની રહેશે.
રાજકોટ જિલ્લામાં બાગાયત ખેતી કરતા ખેડુતોએ આઇ-ખેડુત પોર્ટલ મારફતે ઓનલાઇન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ લઈ જરૂરી સાધનિક કાગળો નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨/૩ જિલ્લા સેવા સદન-૩, પ્રેસ રોડ, રીડ કલબ, રાજકોટ ખાતે રૂબરૂ જમા કરાવવાના રહેશે. વધુ વિગત માટે કચેરીના ફોન નં. ૦૨૮૧-૨૪૪૫૫૧૭/૧૮ પર સંપર્ક કરી શકાશે, તેમ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીની યાદીમાં જણાવાયું છે.
[wptube id="1252022"]