LUNAWADAMAHISAGAR

અરજદારોની સમસ્યાના ત્વરિત સમાધાન માટે બાલાસિનોર ખાતે સ્વાગત કાર્યક્રમનું આયોજન રુપસિંહ જેવા અનેક લોકો સરકારની આ પહેલથી રાજી થયા

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

ફરિયાદોનું સ્વાગત: ફરિયાદોનું નિવારણ” ના ધ્યેય સાથે બાલાસિનોર ખાતે સ્વાગત કાર્યક્રમનું આયોજન

અરજદારોની સમસ્યાના ત્વરિત સમાધાન માટે બાલાસિનોર ખાતે સ્વાગત કાર્યક્રમનું આયોજન

રુપસિંહ જેવા અનેક લોકો સરકારની આ પહેલથી રાજી થયા

સમસ્યાઓના ત્વરિત સમાધાન કરતા કાર્યક્રમ ‘સ્વાગત’ થકી નાગરિકોના વણ ઉકેલ્યા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે છે. અરજદારોએ આ કાર્યક્રમ થકી વર્ષોથી ચાલી આવતી ઘણી સમસ્યાઓના ઉકેલ મેળવ્યા છે, ત્યારે સ્વાગત કાર્યક્રમના ૨૦ વર્ષ પુર્ણ થવાના અવસરે જિલ્લામાં સ્વાગત સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે, મહીસાગર જિલ્લાનાં બાલાસિનોર પ્રાંત કચેરી મિટિંગ હોલ ખાતે પ્રાયોજના વહીવટદાર  નાં અધ્યક્ષ સ્થાને યોજાયેલાં તાલુકા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત અરજદારોએ પોતાની સમસ્યાઓના ઉકેલ કે સમાધાન મળતા સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.

આવા જ અનેક અરજદારો પૈકીના એક ૭૬ વર્ષીય ચૌહાણ રૂપસિંહ બાલાસિનોર તાલુકાના પાંડવા ગામના વતની છે, તેઓ માનવ સેવા કેન્દ્ર સાથે સંકળાયેલ છે. તેમણે સ્વાગત કાર્યક્રમ દરમિયાન જન સામાન્ય ને લાગુ પડતી રજૂઆત કરી હતી.ગામના રસ્તા ,વીજળીની સમસ્યા,એસ ટી બસની સુવિધા જેવી અનેક સમસ્યાઓના નિકાલ માટે તેમણે પ્રાયોજના વહીવટદાર શ્રી સમક્ષ પોતાની રજુઆત કરી હતી. પ્રાયોજના વહીવટદાર  દ્વારા જે તે વિભાગને લાગુ પડતી બાબતો અંગે ઉપસ્થિત અધિકારીઓને સવાલ જવાબ કરી તરત જ તમામા સમસ્યાના ઉકેલ માટે પ્રયત્ન કરવા આદેશ અપાયા હતા. આ સમગ્ર સુચારુ આયોજન બદલ રૂપસિંહ ચૌહાણે તંત્ર તથા સ્વાગત કાર્યક્રમ બદલ સરકારશ્રીના તમામ પ્રયત્નો માટે ખુશી વ્યક્ત કરી હતી.

વધુમાં રૂપસિંહ એ જણાવ્યું હતું કે આવા સામાન્ય પ્રશ્નો કરવા જવા માટે અલગ અલગ વિભાગમાં જવુ પડે સમય અને પૈસા બંનેનો ખર્ચ થાય, પરંતુ સરકારના આ હકારાત્મક અભિગમને કારણે આજે એક જ સ્થળેથી હું મારા તમામ પ્રશ્નો રજુ કરવા સક્ષમ બન્યો છું.

[wptube id="1252022"]
Back to top button