MEHSANAVIJAPUR

વિજાપુર ભાજપ મોરચા દ્વારા કમલમ ખાતે મીલેટ્સ જાડા ધાન્ય અંતર્ગત કાર્યક્રમ યોજાયો

વિજાપુર ભાજપ મોરચા દ્વારા કમલમ ખાતે મીલેટ્સ જાડા ધાન્ય અંતર્ગત કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ભાજપ દ્વારા કમલમ ખાતે મીલેટ્સ ધાન્ય નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપની મહિલા મોરચા ની બહેનો કાર્યક્રમ માં ઉપસ્થિત રહીને મકાઈ, બાજરી જુવાર વગેરે જેવા જાડા ધાન્ય નો ઉપયોગ કરી ધાન્ય માંથી રસોઈ બનાવડાવીને પીરસવામાં આવી હતી ભોજન ના સ્વાદ સાથે આ ભોજન ના ડૉ. પરેશભાઈ પટેલ દ્વારા તેનાથી થતા ફાયદા ઓ વિશેની માહિતી આપવામાં આવી હતી વિશ્વ ફલક ઉપર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી થી બાજરી મકાઈ જુવાર ની બનેલી રોટલી માં રોગ પ્રતિકારક શક્તિઓ વધુ હોવાની મળેલી જાણકારી ને જીલ્લા તાલુકા અને ગામડાઓ સુધી ફેલાય તે અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ, તાલુકા પ્રમુખ રાજુભાઈ પટેલ, શહેર પ્રમુખ સંજયભાઈ પટેલ, મહિલા પ્રમુખ મિત્તલબેન પટેલ, પ્રદેશ સાંસ્ક્રુતિક સેલ અજયભાઈ બારોટ, નગરસેવકો ,તાલુકા તથા જિલ્લા ના વિજેતા હોદ્દેદારો, કાર્યક્રમ ઇન્ચાર્જ અને કિસાન મોરચા જિલ્લા મહામંત્રી ગોવાભાઈ ચૌધરી અને જિલ્લા કિસાન મોરચા પરેશભાઈ રાવલ સહિત કાર્યકરો જોડાયા હતા

[wptube id="1252022"]
Back to top button