BHARUCH

મુંબઈ મેરેથોન માં જંબુસર ના દોડવીર હસમુખભાઈ એ નવમા ક્રમ ની સિદ્ધિ મેળવી

.

તા. ૨૩ મી એપ્રીલ ૨૦૨૩ ના રોજ રોટરી ક્લબ ઓફ સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી દ્વારા અંધેરી વેસ્ટ, મુંબઈ ખાતે મેરેથોન દોડ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ભારત દેશ ના જુદા જુદા શહેરો માંથી ખૂબ જ મોટી સંખ્યામાં દોડવીરો એ ભાગ લીધો હતો. ગુજરાત રાજ્ય ના ભરૂચ જિલ્લાના જંબુસર નગર ના જાણીતા દોડવીર હસમુખભાઈ જંબુસરિયા (ઉ. વ. ૬૫) નાઓએ ૫૧+ કેટેગરી માં ૫ કી.મી. ની સ્પર્ધામાં ભાગ લીધો હતો. હસમુખભાઈ એ ૫ કી.મી. નું અંતર ૩૮ મિનિટ ૨૮ સેકંડ માં પૂર્ણ કરતા તેઓ નવમા ક્રમે રહ્યા હતા. તેઓને આયોજકો દ્વારા ???? અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button