કોર્ટ પાસે ભારતીય કુસ્તી મહાસંઘના અધ્યક્ષ બ્રજભૂષણ શરણ સિંહની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની માંગ

જંતર-મંતર પર ન્યાયની માંગ માટે બેઠેલા પહેલવાનોએ હવે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. કોર્ટ પાસે ભારતીય કુસ્તી મહાસંઘના અધ્યક્ષ બ્રજભૂષણ શરણ સિંહની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની માંગ કરવામાં આવી છે. તેના માટે પહેલવાન વિનેશ ફોગાટની સાથે છ અન્ય મહિલા પહેલવાનોએ અરજી દાખલ કરી છે અને પહેલેથી કરવામાં આવી રહેલી FIR નોંધાવવાની માંગને બેવડાવી છે. પહેલવાનોએ રવિવારે મોડી રાતે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ મામલામાં અરજદારના વકીલ નરેન્દ્ર હુડા છે, જે મંગળવારે તેમની તરફથી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની સામે અરજી પર ઝડપથી સુનાવણીની માંગ કરશે.
પહેલવાનોના જણાવ્યા મુજબ, તેમણે 21 એપ્રિલે દિલ્હીના કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. ફરિયાદ આપવામાં આવી હોવી છતાં પોલીસે એફઆઈઆર નોંધી નથી. પહેલવાન છેલ્લા ત્રણ મહિનાથી કુસ્તી મહાસંઘના અધ્યક્ષની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યાં છે. 21 એપ્રિલની ફરિયાદ પર પણ કાર્યવાહી ન થતા પહેલવાનો રવિવારે એક વખત ફરી જંતર-મંતર પર એકત્રિત થયા અને પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને પોતાની વાત રજૂ કરી હતી.










