
મોરબીના લીલાપર કેનાલ રોડ પર રહેતા જીજ્ઞેશભાઈ મહાદેવભાઈ ભટ્ટાસણાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ઘૂટું બેલા રોડ પર વુગા સિરામિક સેનેટરી વેર કારખાનામાં તેઓ ભાગીદાર હોય અને તા. ૨૩ ના રોજ સવારે આઠ વાગ્યે ઘરેથી કારખાને જવા નીકળ્યા હતા અને સવારે ઘૂટુંથી તલાવીયા શનાળા અને એક તરફ બેલા તરફ જતા રસ્તે પહોંચ્યા ત્યારે મોઢે રૂમાલ બાંધેલ ઇસમેં અચાનક ઝાડીમાંથી આવી ધક્કો મારી બાઈક નીચે પાડી દીધા હતા અને મોઢું દબાવી પકડી રાખ્યો હતો ત્યારે ઇકો કાર આવી જેમાં પાછળના ભાગે બેસાડી મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો અને ગાડીમાં કુલ ચાર ઈસમો બેઠા હોય જે ઉદ્યોગપતિને ગાડીમાં બેસાડી હળવદ રોડ પર લઇ ગયા હતા અને બાદમાં મોઢા પર રૂમાલ બાંધેલ ઇસમેં મોઢા પરનો રૂમાલ હટાવતા તે કારખાનામાં અગાઉ કામ કરતો પવન અને મનોજ ઉર્ફે ટાપન બહેરા હતા

બીજા બે અજાણ્યા ઈસમો હતા ઇકો કાર હળવદ આસપાસ પહોંચતા મનોજ ઉર્ફે ટાપને કહ્યું કે અગાઉ કારખાનામાં કામ કરતો ત્યારના આશરે દોઢ લાખ લેવાના નીકળે છે જે નીકળતા રૂપિયા અવારનવાર માંગવા છતાં તમે આપતા નથી હવે દશ લાખ રૂપિયા આપવા પડશે જેથી ઉદ્યોગપતિએ આજે રવિવાર છે આટલા રૂપિયાની વ્યવસ્થા ના થઇ સકે કહેતા છરી બતાવી ધમકી આપી હતી કે જો તું રૂપિયા નહિ આપ તો છરીથી જાનથી મારી નાખીશ જેથી ઉદ્યોગપતિએ ગભરાઈને ફોન ચાલુ કરવાનું કહેતા ભાગીદાર વિશાલભાઈને ફોન કરી પૈસાની વ્યવસ્થા કરવા કહ્યું હતું અને ભાગીદાર વિશાલભાઈએ બપોરના એકાદ વાગ્યાના અરસામાં ગાડી અમદાવાદ શહેરના સોનીની ચાલીથી ઇન્દોર તરફ જતા રોડ પર પહોંચતા તેમના કહેવા મુજબ ઢુવા રાધે હોટેલ પાછળ માટેલ રોડ પર ઓમ ઇલેક્ટ્રિક સામે કોઈ સાગરિતને રૂ ૫ લાખ આપી ફોન કર્યો હતો જે વેરીફાઈ કરવા માટે વિશાલભાઈએ વિડીયો કોલથી વાતચીત કરતા રૂપિયા મળી જતા અપહરણ કરનાર ઇસમોએ ઉદ્યોગપતિને નારોલથી થોડે આગળ ભાવડા સર્કલ પાસે ઉતારી દીધા હતા અને ઇકો કાર એમપી ૦૯ ઝેડસી ૨૭૭૮ લઈને નાસી ગયા હતા જેને મોબાઈલ ફોનમાં મોરબીથી એમપી સુધીનો ગૂગલ મેપમાં રસ્તો સર્ચ કર્યો હતો બાદમાં ઉદ્યોગપતિ જીજ્ઞેશભાઈ ભટ્ટાસણા તેના ભાઈ જતીનભાઈ અમદાવાદ રહેતા હોય તેને ફોન કરતા તેઓ નારોલ સર્કલ આવી ગયા હતા અને તેની ગાડીમાં બેસી વિરમગામ ચોકડી આવેલ જ્યાં પાર્ટનર વિશાલ તેમજ કુટુંબી સાલા નીરવભાઈ મોરબીથી નીકળી વિરમગામ ચોકડી પાસે ઓનેસ્ટ હોટેલ આવી ગયા હતા અને ઉદ્યોગપતિ મોડી રાત્રે મોરબી પહોંચ્યા હતા આમ આરોપી મનોજ ઉર્ફે ટાપન હરિહર બેહરા રહે ઓરિસ્સા, પવન ખુમસિંગ મજરા રહે એમપી, રાજકુમાર, ઇકો ગાડીનો ડ્રાઈવર અને જયંતાકુમાર હરિહર બહેરા રહે ઓરિસ્સા એમ પાંચ ઇસમોએ ઉદ્યોગપતિનું અપહરણ કરી અગાઉ કારખાનામાં કામ કરતા ત્યારે લેવાના દોઢ લાખને બદલે રૂ ૫ લાખની ખંડણી માંગી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને રૂ ૫ લાખ સાગરિત મારફત મેળવી ઉદ્યોગપતિને અમદાવાદ નજીક ઉતારી આરોપીઓ ફરાર થયા હતા મોરબી તાલુકા પોલીસે અપહરણ અને ખંડણી અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે









