JETPURRAJKOT

ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ ચિંતન શિબિર ગુજરાત-તમિલનાડુમાં ટેક્સટાઇલ વ્યવસાયને વેગ આપશેઃ કે. એમ. સુબ્રમણ્યમ

તા.૨૪ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

“સૌરાષ્ટ્ર તમિલ સંગમમ” કાર્યક્રમ અંતર્ગત રાજકોટ ખાતે યોજાયેલી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ સાથેની ચિંતન શિબિરમાં તમિલનાડુના તિરુપુરથી ભાગ લેવા આવેલા તિરુપુર એક્સપોર્ટર્સ એસોસિએશનના પ્રમુખ તથા અગ્રણી બિઝનેસમેન શ્રી કે. એમ. સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, અમે ૩૦થી વધુ લોકો સમૂહમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમમ માટે અહીં આવ્યા છીએ. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ ચિંતન શિબિર માટે ગુજરાત સરકાર દ્વારા અમારા બધા માટે ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી હતી. જે બદલ અમે ગુજરાત સરકારનો આભાર માનીએ છીએ. આ કાર્યક્રમ ગુજરાત અને તમિલનાડુના લોકો માટે સુંદર સેતુ સમાન હતો. અમે અહીં ભાગ લઈ શક્યા તેનો આનંદ છે. અમે ભવિષ્યમાં પણ આ પ્રકારના કાર્યક્રમોમાં ભાગ લેવા ઉત્સુક છીએ. ટેક્સટાઈલ ક્ષેત્રે ગુજરાત અને તમિલનાડુ વચ્ચે ખૂબ જૂનો સંબંધ છે. આ ચિંતનશિબિર પછી બંને રાજ્યો વચ્ચેનો ટેક્સટાઈલ વ્યવસાય વધુ વિકસશે તેવી આશા રાખીએ છીએ.

[wptube id="1252022"]
Back to top button