JETPURRAJKOT

ગોંડલ અને ધોરાજી ખાતે ડી. ડી.ઓ અને ડી.આર.ડી.એ નિયામકશ્રીના અધ્યક્ષ સ્થાને સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

તા.૨૪ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

ધોરાજી ખાતે ૨૮૮ અને ગોંડલ ખાતે ૮૯ પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો

રાજયના નાગરિકોના પ્રશ્નોનું ઘરઆંગણે નિવારણ કરવાના આશયથી શરૂ કરાયેલા ‘‘સ્વાગત’’ કાર્યક્રમને ૨૦ વર્ષ પુરા થવા નિમિત્તે રાજયભરમાં ‘‘સ્વાગત સપ્તાહ’’ કાર્યક્રમો યોજાઇ રહયા છે, જે અન્વયે ધોરાજી તાલુકાના સ્વાગત કાર્યક્રમનું આયોજન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.એસ.ઠુમરના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.

ધોરાજી તાલુકામાં તાલુકા તથા ગ્રામ્ય કક્ષાએ રજુ થયેલ કુલ -૨૮૮ પ્રશ્નો રજુ થયા હતા. જેમાં જન્મ-મરણના દાખલા, જમીન લગત ૭-૧૨, ૮-અના દાખલા, વીજળીને લગતા પ્રશ્નો, પાણી પુરવઠા અંગેના, રેશનકાર્ડમા નામ ઉમેરવા- કમી કરાવવા તેમજ વિધવા સહાય જેવા સર્વે પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધોરાજીના પ્રાંત અધિકારીશ્રી જે.એન.લીખીયા, મામલતદારશ્રી, ચીફ ઓફીસરશ્રી તથા સંકલન સમિતિના તમામ તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

“સ્વાગત સપ્તાહ” કાર્યક્રમની ઉજવણી અન્વયે ગોંડલ તાલુકા ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત સપ્તાહ કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં રાશનકાર્ડ, જમીન સંબંધિત, વીજળી, રસ્તાઓ, એસ.ટી.બસ રૂટ જેવા ગ્રામ્ય કક્ષાનાં ૮૯ પ્રશ્નો રજૂ થયા હતા. નાયબ જીલ્લા વિકાસ અધિકારીશ્રી બ્રિજેશ કાલરીયા,મામલતદારશ્રી, ચીફ ઓફીસર, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિતના સંકલન સમિતિના તમામ તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં તમામ પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button