LUNAWADAMAHISAGAR

મહિસાગર જિલ્લામાં હિન્દોલીયા જૂથ પાણી પુરવઠા યોજનાને ૬૦ થી વધારી ૧૦૦ એલ.પી.સી.ડી. કાર્યરત કરવામાં આવી

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

મહિસાગર જિલ્લામાં હિન્દોલીયા જૂથ પાણી પુરવઠા યોજનાને ૬૦ થી વધારી ૧૦૦ એલ.પી.સી.ડી. કાર્યરત કરવામાં આવી

મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાનાં ૭૧ ગામોને પાણી પહોચાડતી હિન્દોલીયા જૂથ પાણી પુરવઠા યોજનાને પાણી પુરવઠા બોર્ડ,મહિસાગર દ્વારા હવેથી પાણીના જથ્થાને ૬૦ એલ.પી.સી.ડી થી વધારી ૧૦૦ એલ.પી.સી.ડી.લેખે તેમજ એકાંતરાનાં સ્થાને રોજે-રોજ ૪૪ ગામોમાં અને ૨૭ ગામોમાં માંગણી અનુસાર પીવાનું શુદ્ધ પાણી આપવાનું શરુ કરેલ છે જેનાથી ગ્રામજનો ની સુખાકારીમાં વૃધ્ધી થનાર છે.

ગ્રામ્ય વિસ્તારની પીવાના પાણીની તકલીફ અંગે પાણી પુરવઠા બોર્ડની ટોલ ફ્રી હેલ્પ લાઇન નં.”૧૯૧૬” ઉપર સંપર્ક કરવા વિનંતી છે.

[wptube id="1252022"]
Back to top button