
તાલુકા કાનુની સેવા સમિતિ કોડીનાર દ્વારા છાછર ગ્રામપંચાયત કચેરી ખાતે ગ્રામજનો ને સમજાવાયું કે ઘરતી આપણી માતા છે, આ શબ્દ આપણે અવાર નવાર બોલતા હોઈએ છીએ, ઘરતીનું જતન તે આપણી પ્રથામિક ફરજ કહીએ તો કંઈ ખોટૂ નથી, આજે 22 એપ્રિલના રોજ વિશ્વભરમાં પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે, જો કે આજના આ ખાસ દિવસને ઉજવવા માટેનું ખાસ કારણ લોકોને જાગૃત કરવાનું છે.
ખાસ કરીને લોકો પૃથ્વી અને પર્યાવરણ વિશે જાગૃત થાય તે હેતુથી આજના આ દિવસની ઉજવણી કરવામાં આવે છે, પૃથ્વીને બચાવવા માટેના પ્રયાસો માનવના હાથમાં છે જેથી તેઓ સજાગ બને તે તેનો ખાસ હેતુ રહ્યા છો.ખાસ કરીને આ દિવસ હવા, પાણી, જમીન તથા અવાજનું પ્રદૂષણ ઘટાડે તે હેતુથી સૌને જાગૃત કરવા ૨૨ એપ્રિલ,૧૯૭૦ થી આજના દિવસે પૃથ્વી દિવસ મનાવવાનું શરૂ કરાયું હતું.તેમજ લોક અદાલત,અને મધ્યાંતર અને
કાનૂની જાગૃતિ ના પેમ્પ્લેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.લીગલ સુપરિટેન્ડેન્ટ ભાવિન જેઠવાના માર્ગદર્શન હેઠળ જેમાં હાજર રહેલ પી.એલ.વી શ્રી પ્રકાશ જે મકવાણા, તેમજ VCE હાસેદિનભાઈ જી દયાતર, શૈલેષગીરી ગોસ્વામી તેમજ ગ્રામજનો હજાર રહ્યા હતા.










