
વાત્સલ્યમ્ સમાચાર
પ્રિતેશ પટેલ વાંસદા
જૂજડેમ માંથી કેનાલમાં પાણી આવતા ખેડૂતોને મહદઅંશે રાહત થવા પામી છે.
——
ઉનાઈ પંથકની માઇનોર કેનાલમાં પાણી છોડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
——–
વાંસદાના ગ્રામ્યવિસ્તારો માંથી પસાર થતી કેનાલમાં પાણી છોડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે પ્રાપ્ત માહિતી અનુસાર તાલુકાના ઉનાઈ માઇનોર કેનાલ બન્યા બાદ પ્રથમવાર સિંચાઈનું પાણી આપવામાં આવતા ગ્રામ્ય પંથકના ખેડૂતોએ રાહત સાથે આનંદની લાગણી અનુભવી રહ્યા છે બારતાડ, ચરવી, કેળકચ ધરમપુરી ઉનાઈ સિણધઈ જેવા ગામોમાંથી પસાર થતી ઉનાઈ માઇનોર કેનાલ ૧૯૮૨માં નિર્માણ થઈ હતી ત્યાર બાદ કેનાલ જર્જરિત થતા વર્ષો બાદ પ્રતિષ્ઠિત એજન્સી દ્વારા આ કેનાલનું સારી ગુણવત્તાવાળું રિપેરિંગ કામ કરવામાં આવતા અને રોટેશન પ્રમાણે આ વર્ષે પણ એપ્રિલ માસમાં નાયબ કાર્યપાલક ઇજનેર વાંસદા જૂજડેમના અગાથ પ્રયત્નો થકી જે પાણી એપ્રિલ માસમાં આપવાની બાંહેધરી આપી હતી તે પૂર્ણ કરી ખરેખર લોકોના સેવક તરીકેની પોતાની ફરજ બજાવી છે આથી સ્થાનિક ખેડૂતોએ પાણીના વધામણાં કરી નિરને આવકાર્યા હતા અને તેઓના મુખ પર સ્મિત અને હરખ છલકાઇ આવતા કેનાલમાં સિંચાઇનું પાણી આપવામાં આવતા આખરે ખેડૂતોને રાહત મળી હતી અને ચાલુ મહિનામાં આ નહેરમાં પાણી છોડવામાં આવ્યું છે. રોટેશન પ્રમાણે હાલમાં એક સપ્તાહ સુધી સિંચાઈના પાણીનો લાભ ઉનાઇ પંથકના ખેડૂતોને મળશે આવતા વર્ષે ઉનાળા પાણી મળવાથી ખેડૂતો ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
બોક્સ..૧…
કાર્યપાલક ઈજનેર વાંસદા મીડિયાને જણાવ્યું હતું કે ઉનાઈ માઇનોર કેનાલની કામગીરી સમયસર પૂર્ણ કરી એપ્રિલમાં ટેસ્ટિંગ કરાયું છે હાલમાં રોટેશન મુજબ સિંચાઈનું પાણી આપવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષે આશીર્વાદરૂપ બનેલા નહેરના પાણી રોટેશન પ્રમાણે સિંચાઈ માટે મળી રહેશે આ સાથે થોડા સમય પછી ચોમાસુ સક્રિય થશે અને કેનાલમાં પાણીનો સ્ત્રોત જળવાઈ રહેશે..






