NAVSARI

નવસારી જિલ્લા બ્રહ્મ સમાજ દ્રારા ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિતે વિશાલ શોભાયાત્રા કઢાઈ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી

સત્તાધીશો જયારે મદમસ્ત બને ત્યારે એની શાન ઠેકાણે લાવવાનું કામ પરશુરામે કર્યું છે” :- પ્રફુલભાઇ શુક્લ*
નવસારી જિલ્લા બ્રહ્મ સમાજ દ્રારા આજે ભગવાન પરશુરામ ના જન્મોત્સવ પ્રસંગે પરશુરામ યાત્રા નુ કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ પ્રસ્થાન કરાવ્યું હતુ. આ પ્રસંગે ઉદબોધન કરતા કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ કહ્યું હતુ કે  “સત્તાધીશો જયારે મદમસ્ત બને ત્યારે એની શાન ઠેકાણે લાવવાનું કામ ભગવાન પરશુરામે કર્યું છે”. રામ અને કૃષ્ણ ભારત મા મોડા આવશે તો ચાલશે પણ પરશુરામ ભગવાન જલ્દી આવે એવી બધા ની અપેક્ષા છે.*અપરાધીઓ ને ખતમ કરવા માટે ગુજરાત ને પણ યોગી ની જરૂર છે* .શસ્ત્ર અને શાસ્ત્ર નો સમન્વય ભગવાન પરશુરામ છે. આ પ્રસંગે આયોજક  ધનંજયભાઈ ભટ્ટ,બિપીનભાઈ ભટ્ટ (ભરુચ), લલિતભાઈ શર્મા (દક્ષિણ ગુજરાત બ્રહ્મસમાજ પ્રમુખ), અનિલભાઈ શુક્લ (સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ મહા મંત્રી ), ડો. ધારાણીબેન શુક્લ (મહિલા પ્રમુખ ગુજરાત),જ્યોતિનાથ બાપુ(વડોદરા),રાકેશ શર્માજી, કિશન દવે, જેન્તીભાઇ પુરોહિત તથા વિશાળ સંખ્યા મા સેલવાસ થી અમદાવાદ સુધી ના ઉપસ્થિત ભૂદેવો દ્રારા હાથ મા ભગવી ધજા તેમજ ફરસી લઇ ” જય જય પરશુરામ” તેમજ ” હર હર મહાદેવ” નો પ્રચંડ નાદ કરવામાં આવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button