
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
શામળિયા ઠાકોરના દર્શન સાથે સફાઈ અભિયાન : શામળાજી તીર્થધામને સ્વચ્છ બનાવવાના સફાઈ અભિયાનમાં બન્યા સહભાગી
યાત્રાધામ સફાઈ અભિયાન અંતર્ગત આજે રાજ્યભરના વિવિધ યાત્રાધામ ખાતે સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું ત્યારે અરવલ્લી સ્થિત સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું.

જિલ્લાના નાગરિકોને તથા સેવાભાવી સંસ્થાઓને ગરિમા અને પવિત્રતાના ભાગરૂપે શામળાજી તીર્થધામને સ્વચ્છ બનાવવાના સફાઈ અભિયાનમાં જિલ્લા પંચાયત પ્રમુખ લાલસિંહ ચૌહાણ, ભિલોડા ધારાસભ્યશ્રી પી. સી. બરંડા સહભાગી બનીને સફાઈ અભિયાનની શરૂયાત કરવામાં આવી.જેમાં શામળાજી પરિસર સહિત આસપાસના વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. સેવા અને શ્રમનું દાન કરી પ્રભુની અસીમકૃપા મેળવવા જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારિક, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કમલ શાહ, DRDA ડાયરેક્ટરશ્રી આર. એન. કુચારા સહીત અધિકારીશ્રીઓ અને જિલ્લાના પદાઅધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.અને જિલ્લાના નાગરિકોને સફાઈ માટે અનુરોધ કરવામાં આવ્યો.








