
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : શ્રી વાલ્મિકી આશ્રમશાળા નવી ઈસરીમાં વાલી સંમેલન યોજાયું.

આજરોજ શ્રી વાલ્મિકી આશ્રમશાળા નવી ઈસરીમાં આદિવાસી સેવા સમિતિ શામળાજીના સંચાલક શ્રી સોનજીભાઈ બારીયા સાહેબના અધ્યક્ષ સ્થાને વાલી સંમેલન યોજાયું હતું કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને ભજન ધૂન થી થઈ હતી આશ્રમશાળા ના આચાર્ય બહેન શ્રી ઇન્દુબેન ભગોરા એ મહેમાનો અને વાલીશ્રીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું ત્યારબાદ વાલીશ્રીઓએ પોતાના સંતાનોના શિક્ષણનો અંગે પોતાના વિચારો તેમજ મૂંઝવતા પ્રશ્નોની ચર્ચા કરી હતી. કુંડોલ હાઇસ્કુલના આચાર્યશ્રી કમલેશભાઈ પટેલે વાલીઓને પોતાના બાળકોના શિક્ષણ તેમજ સર્વાંગી વિકાસ માટે સંસ્થાની સાથે વાલીઓ પણ જાગૃત બને એ અંગેના વિચારો રજૂ કર્યા હતા, સંસ્થાના સંચાલક શ્રી સોનજીભાઈ બારીયા સાહેબે વાલીશ્રીઓ અને વિદ્યાર્થીઓ તેમજ કર્મચારીઓને સંસ્થાના વિકાસમાં હર હંમેશ અગ્રેસર રહી ભૂમિકા ભજવો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવા બદલ આશ્રમશાળા ના તમામ કર્મચારીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.








