LUNAWADAMAHISAGAR

મહિસાગર જિલ્લાના રોલ ઓબ્ઝર્વર તરીકે ગુજરત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લમિટેડ, મેનેજીંગ ડાયરેકટર ડી.એચ. શાહની નિમણૂક

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

મહિસાગરમાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત રોલ ઑબ્ઝર્વરના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઇ

મહિસાગર જિલ્લાના રોલ ઓબ્ઝર્વર તરીકે ગુજરત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લમિટેડ, મેનેજીંગ ડાયરેકટર  ડી.એચ. શાહની નિમણૂક

મહિસાગર જિલ્લામાં ચાલી રહેલ મતદાર યાદી ખાસ “સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ” અંતર્ગત ભારતીય ચૂંટણી પંચ દ્વારા મહીસાગર જિલ્લાના રોલ ઓબ્ઝર્વર તરીકે ગુજરત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ, મેનેજીંગ ડાયરેકટર  ડી.એચ. શાહની નિમણૂક કરવામાં આવી છે. રોલ ઓબ્ઝર્વર  આજે મહિસાગર જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. તેમણે આજે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર , મતદાર નોંધણી અધિકારીઓ અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે કલેક્ટર કચેરી ખાતે બેઠક કરી હતી.

આ બેઠકમાં રોલ ઑબ્ઝર્વર ડી.એચ. શાહે ફોટાવાળી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત 18 વર્ષથી વધુની વયના નવા મતદારોની નોંધણી વધુને વધુ પ્રમાણમાં થાય તે વિશે ચર્ચા કરી હતી. તેમણે રાજકીય પક્ષો સાથેની ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે આ ઝુંબેશ અંતર્ગત વધુમાં વધુ લોકો મતદારયાદીમાં નામ નોંધણી, નામ કમી કરાવે, ફોટો/વિગતો સુધારવા માટે, સ્થળ ફેરફાર માટે, આધારકાર્ડ લીંક માટે લાભ લે તેવા પ્રયત્નો તંત્ર દ્વારા કરાઈ રહ્યાં છે.

આ ઉપરાંત ઓનલાઇન/ઓફલાઇન, voter Helpline APP, Voter.eci.gov.in દ્વારા પણ લોકો પોતાની રીતે જરૂરી સુધારા કરી શકે છે તેમ જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button