
કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ના હસ્તે દીપ પ્રાગટય કરવામા આવ્યું.
૨૧-એપ્રિલ વાત્સલ્યમ્ સમાચાર નિલેશ સોલંકી
રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકામાં ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને આઈ.સી.ડી.એસ.કચેરી વિંછીયા દ્વારા નારી સંમેલન નું આયોજન કરવામાં આવેલ.જેમાં મુખ્ય મહેમાન તરીકે માનનીય શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબ( પાણી પુરવઠા, જળ સંસાધન, અન્ન નાગરિક પુરવઠા, પશુપાલન,ગ્રામીણ ગૃહ નિર્માણના કેબિનેટ મંત્રી શ્રી) હાજરી આપેલ તેમજ અન્ય મુખ્ય મહેમાન તરીકે શ્રી સવિતાબેન વાસાણી-જિલ્લા ઉપપ્રમુખ રાજકોટ, અવનીબેન દવે-મહિલા અને બાળ અધિકારી, શ્રી ખ્યાતિ બેન ભટ્ટ-નારી અદાલત જિલ્લા કોર્ડીનેટર, ૧૮૧ અભયમ ટીમ – ગોંડલ, તાલુકા વિકાસ અધિકારી શ્રી વિંછીયા, મામલતદાર શ્રી વિંછીયા, પીએસઆઇ સાહેબ શ્રી વિછીયા, તેમજ રાજકોટ જિલ્લાના તમામ ઘટકના બાળ વિકાસ યોજના અધિકારીશ્રી ઓ હાજરી આપેલ. આજના કાર્યક્રમમાં વિછીયા તાલુકા ના આંગણવાડી ના બહેનો દ્વારા ટેક હોમ રેશન અને શ્રી ધાન્ય માંથી અવનવી વાનગીઓ બનાવેલ હોય તેનું વાનગીની દર્શન તેમજ ધાન્યમાંથી રંગોળી બનાવવામાં આવેલ. આજના કાર્યક્રમ નો મુખ્ય હાર્દ નારીઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા અર્થે નારી અદાલત દ્વારા પ્રસ્તુત બે કિશોરીઓ દ્વારા સ્વ-બચાવ તાલીમ નું સેશન નું ઉપયોગી એવું કરાટે ડેમો નું આયોજન કરવામાં આવેલ. આજના આ કાર્યક્રમમાં મુખ્ય સ્તંભ તરીકે શ્રી મનીષાબા ઝાલા-બાળ વિકાસ યોજના અધિકારી શ્રી ના માર્ગદર્શન હેઠળ સુપરવાઇઝર ,બ્લોક કોર્ડીનેટર, આંકડા મદદનીશ, પીએસઈ ઇન્સ્ટ્રક્ટર, ક્લાર્ક અને આધાર ઓપરેટર મુખ્યસેવીકા દ્વારા કાર્યક્રમને સફળ બનાવેલ હતો.