મોરબીની સુપર માર્કેટમાં છેડતીની ઘટનામાં સાતેક લુખ્ખા અને ટપોરીઓને એલસીબી એ ઉપાડી લઈ કાયદાનું ભાન કરાવ્યું, ધારાસભ્યે લીધી ઘટના સ્થળની મુલાકાત

મોરબીની સુપર માર્કેટમાં છેડતીની ઘટનામાં સાતેક લુખ્ખા અને ટપોરીઓને એલસીબી એ ઉપાડી લઈ કાયદાનું ભાન કરાવ્યું, ધારાસભ્યે લીધી ઘટના સ્થળની મુલાકાત

મોરબીની સુપર માર્કેટમાં અભ્યાસ માટે આવતી દીકરીઓની સરાજાહેર છેડતીનો વિડીયો વાયરલ થયા બાદ આજે સવારે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ગાંધીનગરથી મોરબી આવી સીધા જ છેડતીની ઘટના સ્થળ એવા સુપર માર્કેટ પહોંચ્યા હતા અને જ્યાં બનાવ બન્યો તે સ્થળે જઈ વેપારીઓ સાથે સંવાદ કરી કહ્યું હતું કે, મોરબીમાં લુખ્ખાગિરી બિલકુલ નહિ ચલાવી લેવાય… વધુમાં વેપારીઓને કોઈની પણ બીક રાખ્યા વગર સીધો જ મોબાઈલ ઉપર સંપર્ક કરવા કાંતિલાલે આહવાન કરી મોરબીમાં એક જ દાદો અને એ હનુમાન દાદો હોવાનું કહી વેપારીઓને સુપર માર્કેટમાં ચોકીદાર રાખવાની સાથે સફાઈ વ્યવસ્થા ઉપર પણ ધ્યાન આપવા સૂચન કર્યું હતું.મોરબીની સુપર માર્કેટમાં ગત તારીખ 18 એપ્રિલના રોજ બનેલ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા. આ સીસીટીવી ફૂટેજમાં મોરબીની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિના ચીથડાં ઉડતા હોય તેવી સ્થિતિમાં બહારગામથી અભ્યાસ માટે આવતી દીકરીઓની ચારથી પાંચ લુખ્ખાઓ સરાજાહેર રસ્તો આંતરિક છેડતી કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મોરબીના તમામ મીડિયાઓએ સવાલો ઉઠાવતા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ તુરંત જ તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી પોતે ગાંધીનગરથી આવી સવારમાં સુપર માર્કેટમાં બનાવ સ્થળનું નિરીક્ષણ કરશે અને એક પણ લુખ્ખાને નહીં છોડવામાં આવે તેવું જાહેર કર્યું હતું.
આ ગંભીર ઘટનામાં મોરબી એલસીબી સહિતની પોલીસ ટીમોએ પણ આ ગંભીરતા પૂર્વક સીસીટીવીનું બારીકાઇ ભર્યું નિરીક્ષણ કરી તપાસનો ધમધમાટ શરૂ કરી ગઈકાલે રાત્રેજ મોરબી અને ટંકારા પંથકના સાતેક લુખ્ખા અને ટપોરીઓને ઉપાડી લઈ બરાબર રીતે કાયદાનું ભાન કરાવ્યું









