
સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના સ્થળે નમો એપ સ્ટોલે આકર્ષણ કેન્દ્ર જમાવ્યું
નમો એપના સ્ટોલ પર લાઈવ સેલ્ફી પોઈન્ટ, સેલ્ફી ક્લિક કરાવો અને મોબાઈલમાં તસવીર મેળવો
સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત, દરિયાઈ કાંઠે તૈયાર કરવામાં આવેલા સ્ટોલમાં વિવિધ કલાકારોએ તેમની કળા કૃત્તિઓ રજૂ કરી છે. જે સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા છે તેમાં સૌરાષ્ટ્ર અને તમિલનાડુની કલા અને સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યા છે. આ સ્ટોલમાં એક સ્ટોલ નમો એપનો પણ છે. આ સ્ટોલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીવનચરિત્ર પર લખાયેલા પુસ્તકોનું વિશેષ પ્રદર્શન કરવામાં આવ્યું છે. જો કે, આ સ્ટોલ પર સૌથી વધુ આકર્ષણ લાઈવ સેલ્ફી પોઈન્ટે જગાવ્યું છે. લાઈવ સેલ્ફીની આ સુવિધાનો લાભ તમામ નાગરિકો-મુલાકાતીઓ લઈ શકે છે. લાઈવ સેલ્ફીની સુવિધા વિશે માહિતી આપતા વેરાવળ પાટણ નગર પાલિકા ઓડ નો 4 ચાર ના કાઉન્સિલર ચંદ્રિકા (સોલંકી) સિકોતર એ જણાવ્યું કે, અહીં મુલાકાતીઓ લાઈવ સેલ્ફી ક્લિક કરાવી અને પોતાના મોબાઈલમાં સ્ટોલ પરથી જ મેળવી શકે છે. અહીં સ્ક્રિન પર ‘મોદી સ્ટોરી’ના શુભાંકર સાથે સેલ્ફી ક્લિક કરાવી અને ટેકનોલોજીના માધ્યમથી તાત્કાલિક તે પોતાના ફોન પર મેળવી શકાય છે.મુલાકાતીઓ નમો એપના સ્ટોલ પર મુલાકાત કરી અને ડિજિટલ પુસ્તક પણ ડાઉનલોડ કરી શકે છે. નમો એપના સ્ટોલ સિવાય અહીંયા પ્રદર્શનીમાં અન્ય અનેક કલા અને કલાકારોની કૃત્તિઓ પ્રદર્શનમાં મૂકવામાં આવી છે.
તસ્વીર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ










