
મોરબીના રવાપર ગામના મહિલા ઉપસરપંચે રાજીનામું આપ્યું..

રવાપર ગ્રામ પંચાયતના ઉપસરપંચ ઉર્મિલાબેન વિડજાએ રાજીનામું આપી દીધું છે જે રાજીનામાં માટે તેઓએ ઘરકામનું કારણ દર્શાવ્યું છે મહિલા ઉપસરપંચના પતિએ ઘરકામના કારણોસર રાજીનામું આપ્યું હોય તેવો સ્વીકાર કર્યો હતો અને ઉર્મિલાબેને અચાનક રાજીનામું આપી દેતા આશ્ચર્ય પણ સર્જાયું છે

મોરબીના સૌથી સમૃદ્ધ માનવામાં આવતા રવાપર રોડ અને રવાપર ગ્રામ્ય વિસ્તારમાં બહુમાળી ઈમારત બાંધવાની મંજુરી મુદે વિવાદ ચાલતો હોય અને મામલો હાઈકોર્ટમાં પહોંચી ગયો છે ત્યારે ઉપસરપંચે રાજીનામું આપી દીધું છે ત્યારે અનેક પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું છે

[wptube id="1252022"]








